SGVPના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની કાશ્મીર યાત્રા

અમદાવાદઃ SGVPના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી માધવપ્રિયદાસજી સંતમંડળ તથા ભક્તજનોની સાથે કાશ્મીરની યાત્રાએ પધાર્યા છે. આ યાત્રા દરમિયાન સ્વામીજી કાશ્મીરના પહલગામ પધાર્યા હતા. અહીં કશ્મીરના સુપ્રસિદ્ધ ગાયક ગુલજાર અમહદ ગનાઈ, સુફી સ્કોલર શેખ વસીમ (સમાજ કાર્યકર), પત્રકાર અબ્દુલ ખલીદ ગની, એકરા પબ્લિક સ્કુલના પ્રિન્સીપાલ રફી અહમદ શાહ, સુફી સ્કોલર રિયાજ અહમદ વાની તથા અન્ય સુફી આગેવાનો ખાસ સ્વામીજીને મળવા પધાર્યા હતા.
સ્વામીજી સાથે આફ્રિકાની પધારેલા કે. સોલ્ટના માલીક કે. વરસાણી પણ જોડાયા હતા.
આ સુફી અગ્રણીઓ સાથે સ્વામીજીએ ધાર્મિક સમરસતા, પ્રેમ તથા ભાઈચારા વિશે સંવાદ કર્યો હતો. સુફી પરંપરાના આ બધા મુસ્લીમ પરિવારોના હૃદયમાં હિન્દુસ્તાની હોવાનું ગૌરવ છે. એમના દિલમાં કોઈ પણ રીતે કશ્મીરમાં શાંતિ સ્થપાય એવી તમન્ના છે.
પહલગામ બાબા અમરનાથજીની યાત્રાનો બેઈજ કેમ્પ છે. અહી ભારત સરકાર દ્વારા યાત્રીકોને ઉતરવા માટે ટેન્ટની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
અનેક સેવાભાવી ટ્રસ્ટો નિઃશુલ્ક ભોજનાલય (ભંડારા) ચલાવે છે. એમની શ્રદ્ધા અને સમર્પણ દાદ માગી લે તેવા છે.

(માહિતી સૌજન્યઃ કનુ ભગત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here