કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો: ગૃહમંત્રી હર્ષ સંઘવી

સૂરતઃ અમદાવાદમાં બનેલી અકસ્માતની ઘટનાના પડઘા રાજ્યમાં પડ્યાં છે. સુરતમાં પણ રાંદેર પોલીસે મોપેડ લઈને જોખમી રીતે વાહન હંકારતા સગીર અને તેને વાહન આપનાર પિતા સામે કાર્યવાહી હાથ ધરી હતી.ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જે બાળકો વાહનો લઈને સ્ટંટ કરે છે તે બાળકો તો જવાબદાર છે જ પરંતુ તેમના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. બાળકો પાસે લાયસન્સ ન હોય અને વાલીઓએ વાહનો હંકારવા આપશે અને જો એ કોઈ પ્રકારના નિયમ તોડશે તો જરૂરથી જેટલા લોકો પર કાર્યવાહી કરવાની હશે તે થશે જ કોઈ પણ પ્રકારની ભલામણ કે છૂટ ચલાવી લેવામાં આવશે નહી. સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જે પરિવારજનો બાળકોના મોજશોખ પુરા કરવા લાયસન્સ ન હોય તો પણ વાહનો ચલાવવા આપી દે છે. જેને લઈને કેટલાય પરિવારે પોતાના વ્હાલા સંતાનો ગુમાવ્યા છે. સુરતમાં જે રાંદેર પોલીસે કામગીરી કરી છે તે અદભુત છે. ગુજરાતમાં તમામ જગ્યાએ આ જ પ્રકારની કામગીરી ચાલુ છે અને હજુ વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આપ સૌ પરિવારજનોને વિનંતી છે કે બાળકો પાસે લાયસન્સ ન હોય અને વાલીઓએ વાહનો હંકારવા આપશે અને જો એ કોઈ પ્રકારના નિયમ તોડશે તો જરૂરથી જેટલા લોકો પર કાર્યવાહી કરવાની હશે તે થશે જ કોઈ પણ પ્રકારની ભલામણ કે છૂટ ચલાવી લેવામાં આવશે નહી. અમદાવાદમાં અકસ્માત સર્જારનાર તથ્ય પટેલ વિષે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તથ્યનો જે જુનો વિડીયો જે વાયરલ થયો છે. તે રેસ્ટોરન્ટ વાલાને બોલાવીને પણ તેની અરજી લઈને તાત્કાલિક એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે. આ પ્રકારના કોઈ પણ કિસ્સામાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here