ભારત-અમેરિકા બાદ તાઇવાને કેટલીક ચાઇનીઝ એપ્સ પર બેન

 

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા પછી હવે તાઇવાને પણ કેટલીક ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાની સત્તાવાર જાહેરાત કરી છે. તાઇવાનના અધિકારીઓએ ચીની સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ જ્ઞ્મ્જ્ઞ્ળ્જ્ઞ્  અને વ્ફૂઁણૂફૂઁદ્દ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી.

તાઇવાનના નાણાં વિભાગના અધિકારીઓએ એવી જાહેરાત કરી હતી કે ચીની મિડિયા કંપનીના પ્રભાવ હેઠળની સહાયક કંપનીઓના માલને તાઇવાનમાં વેચવાની ચીનની ચાલને રોકવા માટે અમે આ પગલું લીધું હતું. તાઇવાનના કોમ્યુનિકેશન વિભાગના ડાયરેક્ટરે કહ્યું હતું કે ત્રીજી સપ્ટેમ્બરથી આ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. અમે તાઇવાનની કંપનીઓને પોતપોતાના ડેટા સુરક્ષિત કરી લેવાની સૂચના આપી દીધી છે. ખાસ કરીને જે કંપનીઓ ચીની કંપનીઓ સાથે વ્યવહાર કરતી હતી એ તમામ કંપનીઓને જણાવી દેવામાં આવ્યું હતું કે ચીની એપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી ઇન્ટરનેટ દ્વારા આવતી ચીની સામગ્રી હવે આવી નહીં શકે તેની નોંધ કરી અને તમારા ડેટાને સિક્યોર્ડ કરી રાખજો. સાથોસાથ નાણાં વિભાગે એવી ચેતવણી પણ આપી હતી કે આ પ્રતિબંધનો ભંગ કરનારી કંપનીઓ કે વ્યક્તિઓ સામે ક્રિમિનલ કેસ કરવામાં આવશે અને એનો નિર્ણય નેશનલ કોમ્યુનિકેશન વિભાગ જાતે જ કરશે. 

iQiYi પોતાની હોંગકોંગસ્થિત આવેલી સહાયક કંપની દ્વારા તાઇવાનની iOTT કંપની સાથે ભાગીદારી કરી હતી અને Tencent WeTVહોંગકોંગસ્થિત પોતાની ઇમેજ ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ દ્વારા તાઇવાનની રેન ફેંગ મિડિયા ટેક કંપની સાથે ભાગીદારી દ્વારા તાઇવાનમાં સ્ટ્રીમીંગ કરી રહી હતી. તાઇવાનની નેશનલ ચિયાઓ તુંગ કોલેજના આઇટી વિભાગના અધ્યાપક પ્રોફેસર લીન યીંગ તાએ જણાવ્યું હતું કે iQiYi અને Tencent એપ્સ ચીનના સામ્યવાદી પક્ષના સીધા નિયંત્રણ હેઠળ હતી. તાઇવાનની સરકારે સમજી વિચારીને નિર્ણય કર્યો હતો એવું તેમણે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here