IIT બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ ૧૫૦ યુનિવર્સિટીઓમાં સામેલ

મુંબઈઃ આઈઆઈટી બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ ૧૫૦ યુનિવર્સિટીઓમાં સામેલ થઈ ગઈ છે. વેશ્વિક સ્તરે યુનિવર્સિટીઓની વાર્ષિક રેક્નિંગ જાહેર કરનારી ક્વાક્વેરેલી સાયમન્ડસ દ્વારા ૨૦મી આવૃતિમાં જાહેર કરાયેલા કયુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેક્નિંગ્સ ૨૦૨૪માં આઈઆઈટી બોમ્બેએ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીમાં ૧૪૯મું સ્થાન મેળવ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે આઈઆઈટી બોમ્બેને આ રેક્નિંગમાં ટોચની ૧૫૦ સંસ્થાઓની યાદીમાં સ્થાન મળ્યું છે અને તે આ વર્ષે શ્રેષ્ઠ ક્રમાંકિત ભારતીય સંસ્થા છે. ગયા વર્ષે જાહેર કરાયેલ વર્લ્ડ યુનિવર્સિટી રેક્નિંગમાં આઈઆઈટી બોમ્બે ૧૭૨મા સ્થાને રહી હતી. બીજી તરફ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ બેંગ્લોરનો ૨૦૧૬માં ૧૪૭મું સ્થાન મળ્યુ હતું. ક્વાક્વેરેલી સાયમન્ડસ દ્વારા બહાર પાડવામાં આવેલ સત્તાવાર આંકડા મુજબ આઈઆઈટી બોમ્બેનો વિવિધ પરિમાણોના આધારે ૧૦૦ માંથી ૫૧.૭ માર્કસ મળ્યા છે. આ કારણે સંસ્થા ટોચની ૧૫૦ સંસ્થાઓમાં સ્થાન પામી છે અને ગયા વર્ષની સરખામણીમાં ૨૩ સ્થાન આગળ વધી છે. કયુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેક્નિંગ્સ બહાર પાડતા તેના સ્થાપક અને સીઈઓનુન્ઝીયો ક્વેક્વેરેલીએ આઈઆઈટી બોમ્બેને અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રેક્ન મેળવવા બદલ અભિનંદન આપતાં કહ્યું કે આ વર્ષે ૨૯૦૦ સંસ્થાઓનું રેક્નિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ રેક્નિંગમાં ૪૫ ભારતીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. ભારતીય સંસ્થાઓનું સ્થાન આઈઆઈટી બોમ્બે – ૧૪૯, દિલ્હી – ૧૯૭, બેંગ્લોર – ૨૨૫, ખડગપુર – ૨૭૧, કાનપુર – ૨૭૮, મદ્રાસ – ૨૮૫, ગુવાહાટી – ૩૬૪, રૂરકી – ૩૬૯, દિલ્હી યુનિવર્સિટી – ૪૦૭, મદ્રાસ – ૨૮૫, ચંદીગઢ યુનિવર્સિટી ૭૮૦મું સ્થાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here