શું મારી માસ્ટર્સ ડિગ્રી H-1B માસ્ટર્સ કેપ માટે લાયક ખરી?

0
407

 

 

એવું જોવા મળ્યું છે કે F-1 વીઝાધારકોમાંથી ઘણા H-1B વર્કર્સ માટે અરજી કરતા હોય છે. જોકે H-1B વીઝા મહત્તમ વર્ષે 58,200 આપવામાં આવે છે. આ કેપ ઉપરાંત વધારાના 20,000 H-1B વીઝા અપાય છે, જે અમેરિકાની યુનીવર્સિટીમાંથી માસ્ટર્સ કે તેનાથી ઊંચી ડિગ્રી મેળવનારા માટે હોય છે.

એક એપ્રિલ 2019થી USCISએ H-1B રજિસ્ટ્રેશનમાંથી સિલેક્શનની પદ્ધતિ બદલી છે અને તેમાં ઊંચી ડિગ્રી માટે એક્ઝમ્પશન મેળવી શકતા હોય તેમને પણ સમાવી લેવામાં આવે છે. બાદમાં એડવાન્સ ડિગ્રી એક્ઝમ્પશન માટે બાકી રહેલા રજિસ્ટ્રેશનમાંથી પસંદગી કરવામાં આવે છે. તેના કારણે માસ્ટર્સ ડિગ્રીધારકોની પસંદગી નંબરિકલ એલોકેશન્સમાં થઈ જાય તેવી શક્યતા વધી છે.

જોકે એ યાદ રાખવું જોઈએ કે અમેરિકાની દરેક કૉલેજ કે યુનિવર્સિટીમાંથી મેળવેલી માસ્ટર્સ ડિગ્રી વધારાના 20,000 H-1B વીઝા મેળવવા માટે લાયક ગણાતી નથી. કેટલાક ધોરણોને આધારે જ આવી ડિગ્રીને માન્ય ગણવામાં આવે છે. પ્રથમ તો આવી ડિગ્રી ખરેખર માસ્ટર્સ ડિગ્રીની કક્ષાની હોવી જોઈએ. તે અમેરિકાની હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂશન દ્વારા એનાયત થયેલી હોવી જોઈએ. આવી ઇન્સ્ટિટ્યૂશન 1965ના Higher Education Actની કલમ 101(a) પ્રમાણેની હોવી જોઈએ.

ડિગ્રીનું નામ માસ્ટર્સ ડિગ્રી રાખી દેવાયું હોય તેટલા માત્રથી તેને માસ્ટર કક્ષાની ડિગ્રી ગણી લેવામાં આવતી નથી. દાખલા તરીકે કિરોપ્રેક્ટિક્સમાં એન્ટ્રી લેવલની ડિગ્રી “Doctor of Chiropractic” એવી રીતની હોય છે. પરંતુ આ ડિગ્રી લેતા પહેલાં કોઈ બેચલર ગ્રેજ્યુએશનની ડિગ્રી લેવાની થતી નથી. તેની સામે પ્રથમ બેચલરની ડિગ્રી મેળવેલી હોય તેમને જ વકીલ કે ડૉક્ટર બનવા માટેની ડિગ્રીમાં પ્રવેશ મળે છે. જેમ કે વકીલો માટે “Juris Doctorate” (J.D.) ડિગ્રી હોય છે અને તબીબોને “Doctor of Medicine” (M.D.) ડિગ્રી મળે છે. આ બંને ડિગ્રી મેળવતા પહેલાં કોઈ બેચલર ડિગ્રી જોઈએ. તેથી જ ભલે આ બંને ડિગ્રીઓ Ph.D. કક્ષાની ના ગણાતી હોય, પરંતુ બંનેને માસ્ટર્સ ડિગ્રી સમકક્ષ ગણવામાં આવે છે.

બીજી શરત છે કે ડિગ્રી આપનારી સંસ્થા 1965ના Higher Education Actની કલમ 101(a) પ્રમાણેની વ્યાખ્યામાં બંધબેસતી આવવી જોઈએ. પાંચ શરતોને આધારે આવી સંસ્થાનો દરજ્જો નક્કી થાય છે.

પ્રથમ તો આવી સંસ્થા જાહેર સંસ્થા હોવી જોઈએ કે નોનપ્રોફિટ હોવી જોઈએ. બીજું કે તેની ડિગ્રીને રાષ્ટ્રીય કક્ષાની માન્ય એક્રેડેટિંગ એજન્સી કે એસોસિએશન તરફથી એક્રેડિટેડ થયેલી હોવી જોઈએ. ત્યાર બાદ આ પ્રમાણેની ત્રણ શરતોનું પણ પાલન થતું હોવું જોઈએ: (1) આવી ઇન્સ્ટિટ્યૂટ માટે એવા નિયમિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હોવી જોઈએ, જેની પાસે ગ્રેજ્યુએશનનું કે તેને સમકક્ષ અભ્યાસનું માન્ય સર્ટિફિકેટ હોય; (2) સેકન્ડરી એજ્યુકેશનથી આગળનો અભ્યાસ કરવા માટે જે તે રાજ્યમાં આ સંસ્થાને કાનૂની માન્યતા મળેલી હોવી જોઈએ; અને (3) સંસ્થા બેચરલની ડિગ્રી આપી શકે તેવો એજ્યુકેશનલ પ્રોગ્રામ ચલાવતી હોવી જોઈએ અને તે આવી ડિગ્રી માટે જરૂરી ઓછામાં ઓછો બે વર્ષનો કોર્સ હોવો જોઈએ.

બે ઉદાહરણથી વાત કરીએ તો DeVry University પ્રોફિટ માટેની ખાનગી યુનિવર્સિટી છે, તેથી તેની Keller School of Management તરફથી અપાતી MBAની ડિગ્રી લાયક ગણાશે નહીં. તેની સામે Thunderbird School of Global Management ભલે ખાનગી હોય, પણ તે નોન-પ્રોફિટ છે, તેથી તેની ડિગ્રી માસ્ટર્સ કેપ માટે લાયક ગણાશે.

ખાસ નોંધ લેશો કે રેગ્યુલર H-1B કેપ માટે Keller School of Managementની ડિગ્રી માન્ય રહેશે ખરી. આ ઉદાહરણો પરથી વિદ્યાર્થીઓએ પ્રવેશ લેતા પહેલાં એ જાણી લેવું જોઈએ કે (1) યુનિવર્સિટી ખાનગી છે કે જાહેર છે અને (2) બીજું એ જાણવું કે આ ઇન્સ્ટિટ્યૂટ ફોર-પ્રોફિટ છે કે નોટ-ફોર-પ્રોફિટ છે. પ્રોફિટ માટે ચાલતી ખાનગી સંસ્થા તરફથી મળતી માસ્ટર્સ ડિગ્રી H-1B માસ્ટર્સ કેપ માટે ઉપયોગી નહીં થાય તે વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખવું જોઈએ. આવી સંસ્થાની માસ્ટર્સ ડિગ્રી હોય ત્યારે રેગ્યુલર H-1B કેપ વીઝા માટેની અરજી કરી શકાય ખરી.

 

શું તમારી ડિગ્રી H-1B માસ્ટર્સ કેપ વીઝા મેળવવા માટે લાયક છે કે નહીં તેના સચોટ એનેલિસિસ માટે તથા આ વિષયમાં વધારે માહિતી માટે તમે અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (104).

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here