CAAના સમર્થનમાં બિલિમોરા, ધરમપુરમાં ભાજપની રેલી

બિલિમોરા, ધરમપુરઃ ભારતમાં લાગુ કરાયેલા સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ (ઘ્ખ્ખ્)ને લઈ બિલિમોરા, ધરમપુરમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા પાલિકાપ્રમુખ જયદીપસિંહ સોલંકી, શહેર ભાજપપ્રમુખ પ્રણવ શિંદે, લઘુમતી મોરચાના ભાજપના આગેવાન મુનાફ અજમેરીની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ હતી. આ અંગે ધારાસભ્ય ભરતભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ઘ્ખ્ખ્નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે જેને લીધે લોકોમાં અફવાએ જોર પકડ્યું છે કે ઘ્ખ્ખ્ પછી એનઆરસી કાયદો આવશે તો મુસ્લિમોને ભારતમાંથી કાઢી મૂકવામાં આવશે, પરંતુ એ સદંતર ખોટું છે. લોકોએ ડરવાની જરૂર નથી.
આ અંગે મુનાફ અજમેરી, આશીફ પઠાણ, લઘુમતી મહિલા મોરચાના ઉપપ્રમુખ દાઉદી, એજાઝ પઠાણ, ફિરોજ અજમેરી, સમીર અજમેરી, અકરમ કાદરી સહિત મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગણદેવી તાલુકામાં પણ ભાજપ દ્વારા પાંચ સ્થળોએ ઘ્ખ્ખ્ના સમર્થનમાં રેલી યોજી હતી, જેમાં પાયાની હકીકતોથી લોકોને વાકેફ કરાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here