વુડવર્ડે ‘રેજ’ પુસ્તકના કેટલાક ભાગ અને ટ્રમ્પના ઇન્ટરવ્યૂના અંશો બુધવારે જાહેર કર્યાં

 

વોશિંગટનઃ કોરોના વાઇરસ સંક્રમણનો ખતરો, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને એક રહસ્યમય અમેરિકી હથિયારને લઈને પુસ્તક ‘રેજ’મા છપાયેલી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓ ચર્ચાનો વિષય બની ગઈ છે. ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર બોબ વુડવર્ડનું પુસ્તક ‘રેજ’ ૧૫ સપ્ટેમ્બરથી દુકાનો પર ઉપલબ્ધ થશે. વુડવર્ડે આ પુસ્તકના કેટલાક અંશ અને ટ્રમ્પના ઈન્ટરવ્યૂના કેટલાક ભાગ બુધવારે જારી કર્યાં છે. 

આ પુસ્તક ટ્રમ્પના તે ૧૮ ઇન્ટરવ્યૂ પર આધારિત છે, જે અમેરિકાના રાષ્ટ્રપતિએ વુડવર્ડને ડિસેમ્બરથી જુલાઈ વચ્ચે આપ્યા છે. આ પુસ્તકના કેટલાક અંશ ધ વોશિંગટન પોસ્ટને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વુડવર્ડ ‘ધ વોશિંગટન પોસ્ટ’ના એડિટર છે. વુડવર્ડે લખ્યું છે કે ટ્રમ્પે તેમને જણાવ્યું કે, તેઓ જ્યારે ૨૦૧૮મા સિંગાપુરમાં ઉત્તર કોરિયાના નેતાને પ્રથમવાર મળ્યા, તો તેઓ તેનાથી પ્રભાવિત થયા હતા. 

આ પુસ્તક અનુસાર, ટ્રમ્પે કહ્યું કે, કિમે મને બધુ જણાવ્યું અને કિમે તે પણ જણાવ્યું કે, તેણે પોતાના સંબંધીઓની કઈ રીતે હત્યા કરી હતી. ટ્રમ્પે વુડવર્ડને કહ્યું કે, સીઆઈએને આ વિશે કોઈ જાણકારી નથી કે પ્યોંગયાંગનો કઈ રીતે સામનો કરવાનો છે. ટ્રમ્પે કિમની સાથે પોતાની ત્રણ બેઠકોને લઈને ટીકાઓને નકારી હતી. તેમણે ઉત્તર કોરિયા વિશે કહ્યું હતું કે, તેઓ પોતાના પરમાણુ હથિયારોને ઘરની જેમ પ્રેમ કરે છે અને તે તેને ન વેચી શકે. 

વુડવર્ડે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછ્યું કે શું એક શ્વેત વ્યક્તિના રૂપમાં કાળા અમેરિકીઓના ગુસ્સા અને દુખને સારી રીતે સમજવા તેની જવાબદારી છે. તેના જવાબમાં તેમણે ઉત્તર આપ્યો, નહીં મને નથી લાગતું. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, શું અમેરિકામાં રંગભેદ છે, રાષ્ટ્રપતિએ કહ્યું, મને લાગે છે કે તે દરેક જગ્યાએ છે, પરંતુ ઘણા સ્થાનોની તુલનામાં અહીં ઓછો છે. 

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ૨૦૧૭માં વધી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પે વુડવર્ડને કહ્યું હતું, ‘મેં એક પરમાણુ હથિયાર- એક હથિયાર સિસ્ટમ બનાવી છે, જે આ દેશની પાસે પહેલા ક્યારેય નહોતી. અમારી પાસે એવું હથિયાર છે, જે તમે ક્યારેય જોયું કે સાંભળ્યું નથી. અમારી પાસે એવી વસ્તુ છે, જેના વિશે પુતિન અને શી જિનપિંગે ક્યારેય સાંભળ્યું નથી.’

આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે તે સ્વીકાર કર્યો કે તેમણે ઘાતક કોરોના વાઇરસ સંક્રમણના ખતરાને જાહેરમાં એટલા માટે મહત્ત્વ ન આપ્યું કારણ કે તેઓ લોકોમાં ડર પેદા કરવા ઈચ્છતા નહતા. પુસ્તક અનુસાર ટ્રમ્પે માર્ચમાં વુડવર્ડને કહ્યું હતું, ‘હું હંમેશા તેને ઓછું મહત્ત્વ આપવા ઈચ્છુ છું. હું હજુ પણ તેને મહત્ત્વ આપવા ઈચ્છતો નથી, કારણ કે હું ડર પેદા કરવા ઈચ્છતો નથી.’ ટ્રમ્પે સાત ફેબ્રુઆરીએ એક અન્ય ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોરોના વાઇરસ ખુબ ઘાતક ફ્લૂ છે અને તે હવાથી પણ ફેલાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here