STEM ટેલેન્ટને આકર્ષવા માટે બાઇડન – હૅરિસ સરકારની યોજના

0
595

 

 

અમેરિકામાં વધારે સારી STEM ટેલેન્ટને આકર્ષવા માટેની ગૃહ મંત્રાલયે તૈયાર કરેલી માર્ગદર્શિકા વ્હાઇટ હાઉસે જાહેર કરી છે. તેમાં O-1 વીઝા વિશેની નીતિ વિષયક માહિતી, અર્લી કરિયર STEM રિસર્ચ ઇન્નીશિયેટિવની રચના કરવાની, તથા SEVPમાં ફેરફાર અને  USCISની નીતિઓના અપડેટનો સમાવેશ થાય છે. 

શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના (ECA)  બ્યૂરોએ નોન-ઇમિગ્રન્ટ બ્રીજયુએસએ એક્સચેન્જ વિઝીટર્સ પણ STEM રિસર્ચ માટે, ટ્રેઇનિંગ અને શિક્ષણ માટે આવી શકે તે માટે “અર્લી કરિયર STEM રિસર્ચ ઇન્નીશિયેટિવ”ની જાહેરાત કરી હતી. ઉદ્યોગો સાથે રહીને પણ આવું સંશોધન વગેરે થઈ શકે છે. ECA તરફથી નવી માર્ગદર્શિકા પણ આવી રહી છે, જેનાથી J-1 વીઝા પર વિદ્યાર્થીઓને વધારાની એકેડેમિક ટ્રેનિંગ, 36 મહિના સુધી મળી શકે.

STEM ઑપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT)માં 22 નવા ક્ષેત્રો જોડવામાં આવ્યા છે. સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝીટર્સ પ્રોગ્રામ (SEVP) હેઠળ તે યોજાશે. આ પ્રોગ્રામમાં F-1 સ્ટુડન્ટ પોતાની ડિગ્રી મેળવી લીધા પછી પણ કેટલાક STEM ક્ષેત્ર માટે 36 મહિના સુધી OPT માટે અમેરિકામાં રહી શકે છે. 

એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી (O-1A) અંગે પણ DHS તરફથી અપડેટ આવી રહી છે કે કેવા પ્રકારના પુરાવાની જરૂર પડશે. વિશેષ લાયકાત ધરાવતી વ્યક્તિને O-1A નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ મળે છે, જેથી વિજ્ઞાન, બિઝનેસ, શિક્ષણ કે રમતગમતમાં તેની લાયકાતના ધોરણો નક્કી કરવા અપડેટ અપાશે. સાથે જ PHD હોલ્ડર્સ તથા સાયન્સ, ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અને મેથ (STEM) ક્ષેત્રોના ધોરણો પણ અપડેટ થઈ રહ્યા છે.

પોતે વિશેષ લાયકાત કે કુશળતા ધરાવે છે તે દર્શાવવા માટે સમાન કક્ષાના અન્ય પુરાવાઓ પણ અરજદાર આપી શકે છે. STEM ફિલ્ડમાં પણ તે રીતે સમાન કક્ષાના અન્ય પુરાવા રજૂ કરી શકાય છે.

ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ (INA) હેઠળ નોકરીદાતા વિશેષ લાયકાત ધરાવતી વ્યક્તિ માટે અથવા ઊચ્ચ કક્ષાની પ્રોફેશનલ ડિગ્રી ધરાવનારી વ્યક્તિ માટે ઇમિગ્રેશન અરજી કરી શકે છે. કોઈ વ્યક્તિની સર્વિસ રાષ્ટ્ર હિતમાં હોય ત્યારે તેના માટે જૉબ ઑફર ના હોય તો પણ પોતાના માટે અરજી કરી શકાય છે. 

રાષ્ટ્રીય હિતમાં આવો અપવાદ કઈ રીતે કરી શકાય તેની અપડેટ પણ USCIS તરફથી આવી રહી છે. આ રીતની અપડેટને કારણે પ્રોસેસિંગ વધારે સારી રીતે થઈ શકશે. બાઇડન હૅરિસ સરકાર કાયદેસર ઇમિગ્રેશન સિસ્ટમમાં વિશ્વાસ ઊભો કરવા માગે છે તેના ભાગરૂપે આ પ્રયાસો થઈ રહ્યા છે. 

 

ઇમિગ્રેશન તથા વીઝા પ્રોસેસિંગ માટે આ પ્રકારની માહિતી તમે તમારા માટે, તમારા પરિવાર અને મિત્રો માટે મેળવવા માગતો હો કે તેની વિશેષ જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group – VISASERVEના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com.

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here