મેષ (અ.લ.ઇ.)
આ સમયગાળામાં આપને એકંદરે રાહત જેવું જણાશે. નોકરિયાત વર્ગને એકંદરે સાનુકૂળતા રહેશે. જ્યારે ધંધાકીય દ્ષ્ટિએ સમય મધ્યમ જણાય છે. જીવનસાથીના આરોગ્યની ચિંતા રહેવાની સંભાવના ખરી જ. અંગત જીવનમાં નજીવા મતભેદો પણ રહેશે. પ્રવાસમાં તકલીફ અનુભવાય. માટે શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો. તા. 4, 5, 6 એકંદરે રાહત થાય. તા. 7 સામાન્ય દિવસ ગણાય. તા. 8, 9 લાભકારક દિવસો પસાર થાય. તા. 10 બપોર પછી રાહત થાય.
વૃષભ (બ.વ.ઉ.)
જૂની આર્થિક જવાબદારીઓ હજી યથાવત્ રહેશે. નવું કરજ થવાની શક્યતાઓ પણ ખરી જ. વ્યાવસાયિક બાબતો અંગે સંજોગો અનુકૂળ બને અને કોઈ નવી તક મળે તો ઝડપી લેજો. નોકરિયાત વર્ગને બદલીની શક્યતાઓમાં સંવાદિતા રહેશે. આરોગ્ય સંભાળવું. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. 4, 5, 6 ચિંતાજનક દિવસો ગણાય. તા. 7, 8 નવી તક મળે. તા. 9 સામાન્ય દિવસ ગણાય. તા. 10 આરોગ્ય સંભાળવું.
મિથુન (ક.છ.ઘ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવમાંથી પસાર થવું પડશે. ધાર્યા લાભ મળે તેમ જણાતું નથી. મકાન કે વાહનની ખરીદી કે વેચાણ માટે સમય સાનુકૂળ જણાતો નથી. જમીન-જાગીરના વિવાદો ઊભા થવાની શક્યતાઓ પણ ખરી જ. દામ્પત્યજીવનની સમસ્યાઓ ઉકેલાઈ જશે. જીવનસાથીનો સહકાર વધશે. પ્રવાસથી લાભ થાય. તા. 4, 5, 6 સામાન્ય દિવસો પસાર થાય. તા. 7, 8 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 9, 10 કંઈક રાહત થાય.
કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં આપના હરીફોથી ખાસ સાચવજો. તે સિવાય કૌટુંબિક કામકાજ સારી રીતે થઈ શકશે. શુભેચ્છકો, મિત્રો, સ્નેહીઓ સાથે મિલન-મુલાકાત શક્ય બનશે. તબિયત બગડી હશે તો સુધરશે. એકાદ મહત્ત્વની પ્રગતિકારક તક ઊભી થવાની શક્યતાઓ પણ ખરી જ. નજીકના સ્વજનની ચિંતા સતાવશે. તા. 4, 5, 6 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 7, 8 મિલન – મુલાકાત શક્ય બનશે. તા. 9, 10 લાભ થાય છતાં ચિંતાજનક દિવસો ગણાય.
સિંહ (મ.ટ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. કોઈ અણધારી મદદ મળવાની શક્યતાઓ પણ ખરી જ. મિલકતને લગતા પ્રશ્ર્નો હશે તો તેમાં પણ સાનુકૂળતા રહેશે. નોકરિયાત વર્ગને ઉન્નતિની નવી તક મળવાની સંભાવના પણ ખરી જ. ધંધાકીય ક્ષેત્રે આપના પ્રયત્નો ફળશે. અંગત જીવનમાં દરેક રીતે સંભાળવું જરૂરી છે. તા. 4, 5, 6 એકંદરે શુભ દિવસો ગણાય. તા. 7, 8 સાનુકૂળતા વધશે. તા. 9 લાભ થાય. તા. 10 દરેક રીતે સંભાળવું જરૂરી છે.
કન્યા (પ.ઠ.ણ.)
સામાજિક તથા કૌટુંબિક દ્ષ્ટિએ આ સપ્તાહમાં આપને સાનુકૂળતા અને સંવાદિતાની અનુભૂતિ થશે. યશ-પ્રતિષ્ઠામાં વ્ાૃદ્ધિ થશે. જમીન-મકાનને લગતા પ્રશ્ર્નોમાં હજી પ્રતિકૂળતાઓ જણાશે. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ શુભ જણાય છે. ધંધાકીય પ્રતિકૂળતાઓ દૂર થવાની શક્યતાઓ. વાહનથી ખાસ સંભાળવું જરૂરી છે. તા. 4, 5, 6 સાનુકૂળ દિવસો. તા. 7, 8 વિચારીને પગલાં ભરવાં. તા. 9 સામાન્ય દિવસ. તા. 10 બપોર પછી રાહત થાય.
તુલા (ર.ત.)
નોકરી-ધંધાના ક્ષેત્રમાં આ સમયગાળામાં આપને વિલંબથી ફળ મળે તેમ જણાય છે. આપના અન્ય પડતર અને ગૂંચવાયેલા પ્રશ્ર્નોનો ઉકેલ મળી આવતાં વિશેષ આનંદ થશે. ધંધાકીય વિકાસની નવી તક મળવાની સંભાવના પણ ખરી જ. દામ્પત્યજીવનમાં સંવાદિતા જણાશે. મિલન-મુલાકાત શક્ય બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય જણાય છે. તા. 4, 5, 6 આનંદમય દિવસો પસાર થાય. તા. 7, 8 લાભ થાય. તા. 9 નવી તક મળે. તા. 10 શુભ દિવસ ગણાય.
વૃશ્ર્ચિક (ન.ય.)
આ સપ્તાહમાં આપને એકંદરે રાહત જેવું જણાશે. પ્રવાસ-પર્યટન સફળ બને તેમ જણાય છે. આપના હિતશત્રુઓ પર આપ વિજય મેળવી શકશો. જીવનસાથીની તબિયત સાચવવી પડશે. મિલન-મુલાકાત શક્ય બનશે. નાના કે મોટા પ્રવાસનું આયોજન કરવું હિતાવહ જણાતું નથી. સંતાનોના પ્રશ્ર્નો હજી આપને મૂંઝવશે. તા. 4, 5, 6 એકંદરે રાહત થશે. તા. 7, 8 સામાન્ય દિવસો ગણાય. તા. 9 મિલન-મુલાકાત શક્ય બને. તા. 10 પ્રવાસ ટાળવો.
ધન (ભ.ધ.ફ.ઢ.)
નોકરિયાત તથા વેપારી વર્ગને આ સમય રાહત આપનાર સાબિત થાય તેમ છે. નોકરીમાં બદલી તથા પ્રવાસ પર્યટનના યોગો વિશેષ પ્રબળ જણાય છે. તબિયતની કાળજી વિશેષ લેવી જરૂરી જણાય છે. પતિ-પત્ની વચ્ચે મતભેદ કે મનભેદ ન સર્જાય તે જોવું રહ્યું. શંકાશીલ બનશો નહિ. વિદ્યાર્થીમિત્રો માટે સમય વિશેષ શુભ છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. 4, 5, 6 શુભ દિવસો ગણાય. તા. 7, 8 લાભ થાય. તા. 9 ગ્ાૃહજીવનમાં સંભાળવું. તા. 10 મિશ્ર દિવસ.
મકર (ખ.જ.)
વિવાહની વાતચીતો હવે વિવાહઇચ્છુકો માટે નક્કર સ્વરૂપ ધારણ કરશે. મકાન અને મિલકતને લગતા પ્રશ્ર્નોના કોલ-કરારમાં વિઘ્નો કે અવરોધો આવવાની સંભાવના ખરી જ. માનસિક ચિંતાઓના ભારને કારણે તથા બેચેનીના કારણે આંતરિક સુખ ઓછું મળશે. પ્રવાસ પર્યટન માટે સમય યોગ્ય જણાતો નથી. તા. 4, 5, 6 શુભ દિવસો પસાર થાય. તા. 7, 8 દરેક કાર્યમાં અવરોધો જણાય. તા. 9 સામાન્ય દિવસ ગણાય. તા. 10 ચિંતાજનક દિવસ ગણાય.
કુંભ (ગ.શ.સ.ષ.)
આર્થિક દ્ષ્ટિએ આપના પ્રયત્નો વિશેષ ફળદાયી બની રહે તેમ જણાય છે. જમીન, મકાન યા સાંપત્તિક પ્રશ્ર્નોને લગતા કામકાજમાં સફળતા મળશે. વિઘ્નો હશે તો તે દૂર થઈ શકશે અને સુસંવાદિતાનું વાતાવરણ ઊભું થશે. વ્યાવસાયિક પ્રગતિ થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. સંતાનો અંગે માનસિક ચિંતા રહેવાની સંભાવના ખરી જ. તા. 4, 5, 6 શુભ દિવસો ગણાય. તા. 7, 8 સફળતા મળશે. તા. 9, 10 ચિંતાકારક દિવસો.
મીન (દ.ચ.ઝ.થ.)
આપ આપના અગત્યનાં વ્યાવસાયિક કાર્યો અંગે જરૂરી નાણાંની ગોઠવણ કરી શકશો. નોકરિયાત વર્ગ માટે બદલીના સંજોગો ઊભા થવાની શક્યતાઓ ખરી જ. લગ્ન-વિવાહને લગતા પ્રશ્ર્નો હજી હાથ ધરવા હિતાવહ જણાતા નથી. સંતાનોનો બોજ હળવો બનશે. પ્રવાસમાં સાનુકૂળતા જણાશે. જીવનસાથીની તબિયત સાચવવી, પ્રવાસ ટાળવો. તા. 4, 5, 6 ધાર્યું કાર્ય થઈ શકે. તા. 7, 8 સામાન્ય દિવસો ગણાય. તા. 9, 10 બપોર પછી રાહત થાય.
મહા સુદ 4થી મહા સુદ 9, વિક્રમ સંવત 2078 (તા. 4 ફેબ્રુઆરીથી તા. 10 ફેબ્રુઆરી, 2022)