શિવસેનાની યુવા શાખાના પ્રમુખ અને મહારાષ્ટ્રના કેબિનેટપ્રધાન ઉધ્ધવ ઠાકરે કહે છેકે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના પ્રકરણમાં સડકછાપ રાજનીતિ ચાલી રહી છે…

0
1020

 

    સુશાંતસિંહ રાજપૂતના રહસ્યપૂર્ણ મોતના પ્રકરણ બાબત મુંબઈની પોલીસ લગભગ 45 દિવસથી તપાસ કરી રહી છે. આમ છતાં કશું પરિણામ મળ્યું હોવાનું જાહેર કરાયું નથી. સુશાંત સિંહના પ્રકરણમાં તેની કથિત મિત્ર રિયા ચક્રવર્તીની ભમિકા શંકાસ્પદ બની રહી છે. તેમાંય બિહાર પોલીસ સમક્ષ સુશાંત સિંહના પિતાએ નોંધાવેલી એફઆઈઆર બાદ તપાસનું ચિત્ર બદલાતું રહ્યું છે. બિહાર પોલીસ મુંબઈમાં તપાસ કરવા પ્રવેશ્યા બાદ મુંબઈ પોલીસે તેમને બિલકુલ સહકાર આપ્યો નહોતો. કવોરેન્ટાઈનના નામે મુખ્ય તપાસ- અધિકારી વિનયકુમારને એરેસ્ટ કરાયા હતા. તપાસના મામલે બિહાર પોલીસને મુંબઈ પોલીસ કશી જ મદદ કરતી નથી. દરમિયાન સુસાંત સિંહ રાજપૂતની એકસ- મેનેજર દિસાના મૃત્યુની તપાસ અંગેના  તમામ પુરાવાઓ ડિલિટ થઈ ગયા હોવાનું મુંબઈ પોલીસે જણાવ્યું હતું. દિશા  અને સુશાંત -બન્નેનાં મૃત્યુને સ્યુસાઈડમાં ગણાવવાનો પ્રયાસ મુંબઈ પોલીસ કરી રહી છે. રિયા ચક્રવર્તી અંગે કશી તલસ્પર્શી તપાસ મુંબઈ પોલીસે કરી જ નથી. સુશાંત સિંહના કેસમાં અનેક મહત્વના પુરાવાઓ અંગે કે અનુમાન- તથ્યો બાબત પણ પોલીસ મૌન ધારણ કરી રહી છે. સુશાંતસિંહના અકુદરતી આકસ્મિક મૃત્યુને   મુંબઈ પોલીસ  યેનકેન પ્રકારેણ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરી રહી છે. સુશાંતસિંહના પિતા તેમજ એના તમામં પરિવારે સીબીઆઈ દ્વારા ન્યાયપૂર્ણ તપાસની વારંવાર માગણી કરી છે. કશુંક ખોટું, કે અધટિત થયું હોવાની શંકા દરેક મનમાં જાગી છે. સીબીઆઈને તો કોઈ પણ સંજોગોમાં તપાસ નહિ કરવા દેવાય, તપાસ તો મુંબઈઆ પોલીસ જ કરશે એવું વલણ મહારાષ્ટ્ર સરકારનાદ્વારા અપનાવવામાં આવ્યું છેે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જક્કી વલણ અપનાવ્યું છે. મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર કોને બચાવવાની કોશિશ કરી રહી છે- તેવો સવાલ મિડિયામાં સતત પૂછાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુિત્ર આદિત્ય ઠાકરે બોલીવુડમાં અનેક લોકો સાથે મૈત્રી સંબંધો ધરાવે છે. તેની સામે મિડિયા આંગળી ચીંધી રહી છે. જેને કારણે અકળાઈને  આદિત્ય ઠાકરેએ  જણાવ્યું હતું કે, વિના કારણ મારા અને મારા પરિવારના નામ પર કીચડ ઉછાળવામાં આવી રહ્યો છે. જે લોકો રાજ્યમાં ચૂંટણી હારી ગયા છે, તેઓ કશાય કારણ વિના અમારા પર આરોપ મૂકી રહ્યા છે. આદિત્ય ઠાકરે પર સોશ્યલ મિડિયામાં પણ ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, હા, મારા બોલીવુડ સાથે સંબંધો છે.  પરંત બોલીવુડ સાથે સંબંધો રાખવા એ કોઈ અપરાધ નથી. 

 જોકે ભાજપના પીઢ નેતા નારાયણ રાણેએ આજે એક પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે, દિશા સાલિયાનના ધરમાં એક બહુ મોટી પાર્ટી યોજવામાં આવી હતી. જેમાં શિવસેનાના નેતાઓ પણ શામેલ હોવાનો તેમણે ઈશારો કર્યો હતો. દિશા સાલિયાનની કહેવાતી આત્મહત્યા બાબત તપાસમાં જે રીતે ભીનું સંકેલી લેવામાં આવ્યું, તેમજ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને કશી પણ તપાસ કે તથ્યો રજૂ કર્યા વિના આત્મહત્યામાં ખપાવી દેવાની ચાલ પોલીસ દ્વારા ચાલવામાં આવી એ વાત લોકોના મનમાં શંકાના મૂળને વધુ દ્રઢ કરે છે. મુંબઈની પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરતી જ નથી એવી જનમાનસ પર છાપ પડી છે. સુશાંત સિંહના પિતાએ બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર સમક્ષ સીબીઆઈ તપાસ માટે વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આધારભૂત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશકુમારે સીબીઆઈ તપાસ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. આ અગાઉ પણ સજાગ અને બુદ્ધિમાન સાંસદ સુબ્રમણ્યમસ્વામી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે વાર પત્ર લખીને આ મામલો પેચીદો અને શંકાસ્પદ બની રહ્યો હોવાથી તેમજ મુંબઈ પોલીસ યોગ્ય દિશામાં પગલા ન ભરતી હોવાને કારણે સીબીઆઈ તપાસ અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.. આ સિવાય પણ અનેક સેલિબ્રિટી જેમાં શેખર સુમન, શત્રુધ્ન સિન્હા, કંગના રનૌત વગેરે પણ સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યા છેે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here