ઝી એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર ફેમિલી ક્વિઝ શો અમેરિકા’ઝ સ્માર્ટેસ્ટ ફેમિલી

ન્યુ યોર્કઃ 24મી ફેબ્રુઆરી, શનિવારના રોજ મિડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ મેગા-જાયન્ટ ઝી એન્ટરટેઇનમેન્ટ દ્વારા પોતાના બ્રાન્ડ ન્યુ ટેલિવિઝન ગેમ શો ‘અમેરિકા’ઝ સ્માર્ટેસ્ટ ફેમિલી’ રજૂ થયો છે. આ શોમાં 15 પરિવારો ભાગ લેશે અને વિજેતાને દસ હજાર ડોલરનું રોકડ ઇનામ આપવામાં આવશે. ઝી ટીવી પર રજૂ થઈ રહેલો આ સૌપ્રથમ અંગ્રેજી ભાષાનો આ પ્રકારનો ક્વિઝ શો છે, જેમાં દુનિયાના સૌથી તેજસ્વી ગણાતા સાઉથ એશિયન પરિવારોમાંથી કેટલાક પરિવારોને આ શોમાં સ્થાન આપવામાં આવશે.
આ શોનું સંચાલન 23 વર્ષના ઝાયેલ અલી કરે છે. આ શો અમેરિકામાં ઘરઘરમાં જાણીતા શો ‘ફેમિલી ફ્્યુડ’ અને ‘જિયોપર્ડી’નો અનોખો સમન્વય છે. આ સ્પેશિયલ ઝી ટીવી શો સાઉથ એશિયન વારસાને ઉજાગર કરે છે. દરેક એપિસોડમાં પડકારજનક ઇનસ્ટુડિયો કવેશ્ચન રાઉન્ડ આવશે. સ્પર્ધકોની જવાબ આપવાની ઝડપ ચકાસવામાં આવશે તેમ જ તેઓની ટીમ તરીકે કામ કરવાની ક્ષમતા પણ તપાસવામાં આવશે. ફક્ત સૌથી ઝડપી પરિવાર આ સ્પર્ધાનો ખિતાબ ઘરે લઈ જશે.
સ્પર્ધકોને સાયન્સ, મેથ્સ, આર્ટ્સ, ઇતિહાસ, ભૂગોળમાથી કોઈ પણ એક વિષયની પસંદગી કરવી પડશે. ફર્સ્ટ રાઉન્ડ દરમિયાન દરેક સાચા જવાબ માટે 100 પોઇન્ટ આપવામાં આવશે. ત્રીજા અને ચોથા રાઉન્ડ સુધી ખોટા જવાબ માટે કોઈ પણ પોઇન્ટ કપાશે નહિ.
દરેક ખોટા જવાબના કારણે ટીમના 100 પોઇન્ટ કાપવામાં આવશે.
સ્પર્ધા આગળ વધતી જશે તેમ તેમ સવાલો વધારે મુશ્કેલ બનશે. દરેક સાચા જવાબના 200 પોઇન્ટ મળશે.
પાંચમા અને ફાઇનલ રાઉન્ડ દરમિયાન, ગેમમાં વળાંક આવશે અને હોસ્ટ ઝાયેદ અલી ક્લ્યુ આપશે નહિ. જો ટીમ કલુ વગર સવાલના જવાબો આવશે, વધુમાં વધુ 1000 પોઇન્ટ આપવામાં આવશે. જો પરિવાર ક્લુ લેવાનું પસંદ કરશે, તો દરેક કલુની કિંમત 200 પોઇન્ટ રહેશે. પાંચ રાઉન્ડના અંતે સ્કોર 2400થી 5500ની વચ્ચે રહેવો જોઈએ.
જોે ટાઈ પડશે તો એક્સ્ટ્રા ટાઇબ્રેકર રાઉન્ડ વિજેતા નક્કી કરશે. પ્રથમ ચાર એપિસોડ દરમિયાન ચાર પરિવારો એકબીજા સાથે સ્પર્ધા કરશે. આઠ વિજેતા ટીમો સેમી ફાઇનલ માટે સ્પર્ધા કરશે અને ફક્ત બે પરિવાર વિજેતા થશે જે ફાઇનલમાં ટકરાશે. આ શો ઝી ઓરિજિનલ્સ ઇનિશિયેટિવનો હિસ્સો છે, જે સાઉથ એશિયન દર્શકોને આકર્ષશે. એશિયા ટીવીના હેડ ઓફ અમેરિકા સમીર તારગેએ જણાવ્યું હતું કે નોર્થ અમેરિકામાં પ્રસારણના 20મા વર્ષ દરમિયાન દર્શકોને સુસંગત હોય તેવા કાર્યક્રમો દર્શાવવાનું આયોજન છે, જેમાં સ્થાનિક સમુદાયો ભાગ લઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here