અમદાવાદઃ ચીમનભાઈ પટેલ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કોમ્યુનિકેશન (સીપીઆઇજેસી)નો પ્રથમ વાર્ષિકોત્સવ  ન્યૂસ૧૮ નેટવર્કના ગ્રુપ કન્સલ્ટિંગ એડિટર ડો. બ્રજેશ કુમાર સિંહના મુખ્ય અતિથિપદે અને ઇન્ડિયન એક્સપ્રેસના અમદાવાદનાં તંત્રી લીના મિશ્રા,  અભિયાન સાપ્તાહિકના તંત્રી તરુણ દત્તાણીના અતિથિપદે તેમજ સંસ્થાના સંચાલક ટ્રસ્ટ સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી નિરાલી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. સ્વાગત પ્રવચન  ઇનિ્સ્ટટ્યૂટના નિયામક ડો. હરિ દેસાઈએ કર્યું હતું અને અધ્યાપક ડો. દેબોલિના દાસગુપ્તાએ શૈક્ષણિક અહેવાલ રજૂ કર્યો હતો. મહિલા પ્રતિનિધિ વૈદેહી ભિંડેએ વર્ષભરની પ્રવૃત્તિ અંગેની ફિલ્મ રજૂ કરી હતી. નવી  ઇનિ્સ્ટટ્યૂટના મેગેઝિન ‘અદ્વિકા’નું લોકાર્પણ પણ મહાનુભાવોના હસ્તે થયું હતું. યુનિવર્સિટીની સેમેસ્ટર-૧ની પરીક્ષામાં પહેલા દસ વિદ્યાર્થી આ ઇનિ્સ્ટટ્યૂટના આવ્યા હોવાથી મહાનુભાવોને હસ્તે તેમનું ટ્રોફી આપીને સન્માન કરાયું હતું. વિવિધ સાંસ્કૃતિક અને ખેલકૂદની પ્રવૃત્તિ અંગે સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને પણ ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં. વિદ્યાર્થી પ્રતિનિધિ અક્ષય આચાર્યે આભારદર્શન કર્યું હતું. સમારંભમાં ચીમનભાઈ પટેલ ઇનિ્સ્ટટ્યૂટના સલાહકાર ડો. વિદ્યુત જોષી, કર્નલ (નિ.) ધર્મેન્દ્રસિંહ, એનઆઇએમસીજેના ટ્રસ્ટી હરેશ ઠક્કર, મંતવ્ય ટીવી ચેનલના ચેરમેન જિજ્ઞેશ પટેલ, અમેરિકી અખબાર ગુજરાત ટાઇમ્સના સલાહકાર તંત્રી દિગંત સોમપુરા, ભવન્સ-નડિયાદના સીઇઓ અને નિયામક એન. ભાસ્કરન, મીડિયા વિશ્વના ભીષ્મપિતામહ બી. એસ. ભાટિયા, બેંક કર્મચારીઓના નેતા એસ. એ. કાદરી, વિવિધ ચેનલોના વરિષ્ઠ નિર્માતાઓ, પ્રતિનિધિઓ, અધ્યાપકો, વરિષ્ઠ પત્રકારો વગેરે હાજર રહ્યા 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here