કોરોનાના કહેરને લઈ સરકાર દ્વારા મહત્ત્વનાં પ્રવાસનસ્થળો કરાયાં બંધ

 

અમદાવાદઃ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા શાળા-કોલેજો, સિનેમાઘરો સહિતનાં જાહેર સ્થળો બંધ કરવાની જાહેરાત કરી છે. ત્યારે કોરોના વાઇરસને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ ઓનલાઇન બંધ કરવામાં આવી છે તેમજ જંગલ સફારી મંગળવારથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરસ્થિત કોરોના વાઇરસને લઈ મંગળવારે વહેલી સવારથી અંબાજી મંદિરના ૭, ૮ અને ૯ નંબરના ગેટ યાત્રિકો માટે બંધ કરાયા છે. તો બીજી તરફ જૂનાગઢમાં શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પણ પ્રવાસીઓ માટે બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. ભાવનગરના વેળાવદરમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન બંધ કરવામાં આવ્યું છે.

કોરોના વાઇરસને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું તો રાખવામાં આવ્યું છે, પરંતુ વ્યુઇંગ ગેલેરીની ઓનલાઇન ટિકિટ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનેલું સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક, આબંરડી લાયન સફારી પાર્કને મંગળવારથી પ્રવાસીઓ માટે ૨૯ માર્ચ સુધી બંધ કરાયા છે.

જોકે તંત્ર દ્વારા માત્ર સ્ટેસ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્ક બંધ કરવામાં નથી આવ્યો. તંત્ર દ્વારા અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ સહિત કાંકરિયા ઝૂ આગામી ૨૯ માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગરના વેળાવદરમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન બંધ રહેશે. કોરોના વાઇરસની અસરને પગલે તેમજ સરકારના આદેશ બાદ વનવિભાગ દ્વારા ૧૭ માર્ચથી ૨૯ માર્ચ સુધી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

કોરોના વાઇરસને પગલે ગુજરાત સરકાર દ્વારા પાટણની રાણીની વાવ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવી છે. ૧૦૦ની નોટમાં સ્થાન પામેલ વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ ૩૧ માર્ચ સુધી પર્યટકો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here