કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રા કહે છેઃ જો મને મારો પક્ષ આગ્રહ કરશે તો હું ચૂંટણી લડીશ. – પ્રિયંકા હાલમાં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. 28 માર્ચે રાયબરેલી  અને 29 માર્ચે અયોધ્યા જશે..

0
1008
FILE PHOTO: Priyanka Gandhi Vadra adjusts her flower garlands as she campaigns for her mother Sonia Gandhi during an election meeting at Rae Bareli in Uttar Pradesh April 22, 2014. REUTERS/Pawan Kumar/File Photo
REUTERS

અમેઠીમાં    પ્રિયંકા ગાંધી વાડ્રાએ  જણાવ્યું હતું કે, કેટલાક લોકો તો માત્ર પોતાનો પ્રચાર કરવા માટે અમેઠી આવે છે અને 4 કલાકમાં પાછા જતા રહે છે. અમેઠી તો અમારું ઘર છે. અમારો પરિવાર છે.

તેમણે  કહ્યું હતું કે, હાલમાં  તો હું રાહુલ ગાંધીનો ચૂંટણી પ્રચાર કરી રહી છું. પણ મારો પક્ષ મને આગ્રહ કરશે તો હું જરૂર ચૂંટણી લડીશ. તેમણે કહયું હતું કે, લોકસભાની આ ચૂંટણી એ તો દેશને બચાવવાની ચૂંટણી છે. હમણા તો અમે પૂર્વાંચલના રાજ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોંગેસ પક્ષ જો સત્તામાં આવશે તો રાહુલ ગાંધી જ વડાપ્રધાન બનશે એમ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here