શૈક્ષણિક ઉપકરણ તરીકે રમકડાં – ચિંતન અને નિદર્શન એક દિવસીય કાર્યશાળા

 

ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના બાલભવન વિભાગ દ્વારા તા. ૪ જાન્યુઆરીના રોજ શૈક્ષણિક ઉપકરણ તરીકે રમકડાં – ચિંતન અને નિદર્શન વિષય પર એક દિવસીય કાર્યશાળાનું સુંદર આયોજન યુનિવર્સિટી કેમ્પસમાં કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રવીણભાઈ વાટલિયા અને વિક્રમ સારાભાઈ સાયન્સ એન્ડ કોમ્યુનિટી સેન્ટર અમદાવાદ ખાતેથી દિલિપભાઈ સુરકર જોડાયા હતા. આ કાર્યશાળા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહની આગેવાનીમાં યોજાઈ હતી. 

બાલભવન વિભાગના અધ્યક્ષ ડો. નિમિષ વસોયા દ્વારા શૈક્ષણિક ઉપકરણ તરીકે રમકડાં – ચિંતન અને નિદર્શન વિષય પર રાજ્યકક્ષાએ આયોજન રમકડાંના ઉત્પાદકોને યુનિવર્સિટી પર આમંત્રિત કરાયા હતા. ડો. પ્રવીણભાઈએ રમકડાંના ઇતિહાસ, તેની ગુણવત્તા અને માર્કેટિંગ પર પ્રકાશ પાડયો હતો, જ્યારે દિલિપ સુરકરે ગણિત અને વિજ્ઞાનને લગતાં રમકડાં વિષે માહિતી આપી હતી. ત્યારબાદ કુલપતિ હર્ષદભાઈ શાહે આવનાર સમયમાં કેવા પ્રકારનાં રમકડાંનું ઉત્પાદન કરવું જોઈએ તે વિષય પર માહિતી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન અને આયોજન બાલભવન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ખ્યાતિ દવેએ કર્યું  હતું. આ કાર્યશાળામાં ગુજરાતભરમાંથી આવેલા રમકડાંના ઉત્પાદકો દ્વારા તેમનાં રમકડાંનાં ઉત્પાદનોનું પ્રદર્શન અને માર્ગદર્શનકર્યું  હતું. 

મા. વડાપ્રધાનશ્રીએ રમકડા વિષયને જે રીતે આત્મનિર્ભરતા અને ન્ંર્ણૂીશ્ર શ્ંશ્વ સ્ંર્ણૂીશ્ર જેવાં સૂત્રો આપીને વહેતો મૂક્યો છે તે જોતાં તેનું અનન્ય મહત્ત્વ જનજીવનમાં બાળકો માટે અને પરિવારો માટે છે.

આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખી આ વિષયને વધુ વેગ આપવા માટે આ કાર્યશાળા પહેલું પગથિયું બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here