જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
2456

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહમાં આપને એકંદરે રાહત જણાશે. નોકરિયાત વર્ગને પુરુષાર્થનું ફળ મળશે. બદલી યા પરિવર્તનની ઇચ્છા બર આવશે. મુશ્કેલીમાંથી માર્ગ મળતાં વિશેષ રાહત જણાશે. આપની ભાવિ યોજનાઓ સાકાર કરવા માટેની સગવડ ઊભી થઈ શકશે. નવીન કાર્ય થઈ શકે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. 2, 3 એકંદરે રાહત જણાય. તા. 3, 4, 5 સફળ દિવસો પસાર થાય. તા. 6, 7 આનંદમય દિવસો ગણાય. તા. 8 શુભમય દિવસ.

વૃષભ (બ.વ.ઉ.)

આ સમયગાળામાં આપનાં અધૂરાં કાર્યો હાથ ધરીને પૂરાં કરી શકાશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં ધારી સફળતા મળે તેમ છે. લાંબા સમયથી ગૂંચવાયેલા પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલાઈ જશે. ગૃહજીવનમાં પરસ્પર ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. નજીકના સ્વજનો સાથેના વ્યવહારમાં ખાસ સંભાળવું. તા. 2, 3, 4 લાભકારક દિવસો પસાર થાય. તા. 5, 6 શુભ સમાચાર મળે. તા. 7, 8 ગેરસમજ ટાળવી.

મિથુન (ક.છ.ઘ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. માનસિક સ્વસ્થતા વધવા પામશે. ગૃહજીવનમાં અજંપો અને ગેરસમજો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. આરોગ્યની કાળજી વિશેષ રાખવી પડશે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ સપ્તાહના અંતિમ દિવસોમાં રાહત જણાશે. તા. 2, 3, 4 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 5, 6 આરોગ્યની કાળજી રાખવી. તા. 7, 8 રાહત જણાય.

કર્ક (ડ.હ.)
સ્થાવર-જંગમ મિલકતને લગતા પ્રશ્નોમાં હજી સમસ્યાઓ યથાવત્ રહેતાં માનસિક તાણ વધવા પામશે. માનસિક વ્યગ્રતાથી દૂર રહેવું. ઉતાવળા, અધીરાં થઈને કોઈ નિર્ણય લેવા ઉચિત રહેશે નહિ. મહત્ત્વની મુલાકાતો અને કોલ-કરારોથી લાભ થઈ શકે. પ્રવાસનું આયોજન થઈ શકે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. 2, 3, 4 સામાન્ય દિવસો પસાર થાય. તા. 5, 6 ઉતાવળા – અધીરા બની નિર્ણય લેવા નહિ. તા. 7, 8 સામાન્ય દિવસો ગણાય.

સિંહ (મ.ટ.)
આ સમયગાળામાં આપને એકંદરે રાહત જેવું જણાશે. નાણાકીય પ્રશ્નો ઉકેલાતાં વિશેષ આનંદ થશે. ભાગ્યની મદદ હોવાથી કેટલીક મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે, જેના કારણે આગળ જતાં અચૂક લાભ થશે. જીવનસાથીના આરોગ્યની ચિંતા રહ્યા કરશે. પ્રવાસ ટાળવો. વડીલોની ચિંતા રહેશે. તા. 2, 3 રાહત જણાશે. તા. 4, 5, 6 મહત્ત્વનાં કાર્યો થઈ શકે. તા. 7, 8 લાભકારક દિવસો ગણાય.

કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે, છતાં નોકરિયાત વર્ગને વિશેષ કાર્યબોજ રહેવાની સંભાવના ખરી જ. નાણાભીડનો અનુભવ આપને અકળાવશે. જોકે સાંપત્તિક પ્રશ્નો ઉકેલાઈ જવાની શક્યતાઓ વિશેષ જણાય છે. સંતાનનું આરોગ્ય સાચવવું. દામ્પત્યજીવનમાં પ્રસન્નતા રહેશે. તા. 2, 3, 4 રાહત જણાય. તા. 5, 6 દરેક રીતે સંભાળવું. તા. 7, 8 આરોગ્યની સંભાળ રાખવી.

તુલા (ર.ત.)
આ સમયગાળામાં આપને દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરીને નાણાકીય પ્રશ્નોમાં વિશેષ સાચવવું પડશે. શક્ય હોય તો વધારાનો ખર્ચ થાય તેવી નવી યોજનાઓ મોકૂફ રાખવી હિતાવહ ગણાય. હિતશત્રુઓથી સાચવવું. આરોગ્ય જળવાશે. તા. 2, 3, 4 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 5, 6 લાભકારક દિવસો પસાર થાય. તા. 7, 8 આર્થિક બાબતોમાં સાહસથી દૂર રહેવું હિતાવહ ગણાય.

વૃશ્ચિક (ન.ય.)
આ સપ્તાહમાં આપ હરોફરો, પરંતુ મનમાં ઉચાટ ઉદ્વેગ જેવું રહ્યા કરશે. ધંધાકીય કામકાજમાં હજી અવરોધો જણાય તેમ છે. સંતાનો માટે આ સમય સાનુકૂળ જણાય છે. જીવનસાથીના આરોગ્યની કાળજી વિશેષ રાખવી પડશે. હિતશત્રુઓથી સંભાળવું પડશે. મિત્રોનો સહકાર મળતો રહેશે. તા. 2, 3, 4 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 5, 6 ધંધાકીય કામકાજમાં અવરોધો જણાય. તા. 7, 8 મિત્રોનો સહકાર મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહત જેવું જણાશે. આર્થિક દષ્ટિએ આપનો બોજો યા ચિંતા હળવી થવાની શક્યતાઓ ખરી જ. નાણાંકીય ગોઠવણોમાં સરળતા રહેશે. નોકરિયાત વર્ગને વધુ પ્રયત્ને લાભ થાય તેવા યોગો જણાય છે. સાંપત્તિક પ્રશ્નો માટે સમય સાનુકૂળ નથી જણાતો. તા. 2, 3, 4 રાહત જણાય. તા. 5, 6 ચિંતા હળવી થાય તેવા યોગો જણાય છે. તા. 7, 8 વધુ પ્રયત્ને લાભ થાય.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે નહિતર નુકસાન થવાની સમસ્યાઓ ખરી જ. મકાન – જમીનનાં કામોમાં હજી ખાસ લાભ જણાય તેમ નથી. દામ્પત્યજીવનની સમસ્યાઓમાં ઉકેલ મળશે. કોર્ટ-કચેરીનાં કાર્યો હાથ ધરવા હિતાવહ જણાતું નથી. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું. તા. 2, 3, 4 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 5, 6 લાભ થાય. તા. 7, 8 સામાન્ય દિવસો ગણાય.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જેવું જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં અણધાર્યો લાભ મળવાની શક્યતાઓ પણ ખરી જ. પ્રવાસનું આયોજન કરવું હિતાવહ જણાતું નથી. નોકરિયાત વર્ગને આર્થિક લાભ મળવાની શક્યતાઓ ખરી જ. તે સિવાય શુભેચ્છકો મિત્રો થકી લાભ થાય. પ્રવાસ માટે સમય સાનુકૂળ જણાતો નથી. તા. 2, 3, 4 રાહત જણાય. તા. 5, 6 લાભ થાય. તા. 7, 8 પ્રવાસ ટાળવો.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સમયગાળામાં ધંધાકીય ક્ષેત્રે આપનો સમય સાનુકૂળ જણાય છે. દામ્પત્યજીવનમાં પ્રસન્નતા રહેશે. મકાન-જમીનને લગતા પ્રશ્નોમાં હજી ધાર્યું પરિણામ મેળવી શકાય તેવા યોગો જણાતા નથી. સંતાનોના પ્રશ્નોમાં હજી મૂંઝવણ ચાલુ રહેવા સંભાવના ખરી જ. અંગત આરોગ્યની કાળજી રાખવી. તા. 2, 3, 4 પ્રગતિકારક રચના થાય. તા. 5, 6 સામાન્ય દિવસો ગણાય. તા. 7, 8 આરોગ્યની કાળજી રાખવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here