પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બુક -એ પ્રસિડેન્ટસ બુક ઓફ સિક્રેટસ આખરે ચૂંટાયેલા પ્રમુખ જો બાયડનને જોવા મળી …
પોતાના હોદાં પરથી વિદાય લેનારા દરેક પ્રમુખ પોતાના અનુભવો તેમજ સૂચનોની નોંધોનું સંકલન નવા ચૂંટાયેલા પ્રમુખને આપતો હોય છે. જોકે પ્રમુખ બરાક ઓબામાને જયારે વિદાય લેતા પ્રમુખ જયોર્જ ડબલ્યુ બુશ તરફથી આ બુક આપવામાં આવી હતી , તે જો બાયડને વાંચી જ હતી. પરંતુ હાલમાં તે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મળેલી બુક વાંચી રહ્યા છે. તાજેતરમા પ્રકાશિત થયેલા બરાક ઓબામાના પુસ્તક એ પ્રોમિસ્ડ લેન્ડમાં તેમણે જણાવ્યું હતું કે, તમના પત્ની મિશેલ ઓબામા પ્રમુખ બુશ તરફથી મળેલા પુસ્તકને ડેથ, ડિસ્ટ્રકશન એન્ડ હોરિબલ થિંગ્સ બુક કહીને ઓળખાવતા હતા.
ચૂંટણી દરમિયાન થયેલી રસાકસી અને કાનૂની દાવાઓમાં અટવાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુક આપવામાં ઘણો જ વિલંબ કર્યો હતો. મૂળ તો સત્તાના હસ્તાંતરણ સમયે થતી પરસ્પરની કામગીરીના ભાગરૂપે જ આ પુસ્તક અપાતું હોય છે. આખરે હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આ પુસ્તક જો બાયડનને સુપરત કરવામાં આવ્યું હતું.