હિંસાગ્રસ્ત સુદાનના અનાથાલયમાં ભૂખ અને બીમારીથી તડપીને ૭૧ બાળકોના મોત

સુદાનઃ દુનિયા ૨૧મી સદી છે, જ્યાં ટ્રેડ, ટેક્નોલોજી અને ખુબ પ્રગતિ થઈ રહી છે. પરંતુ આ દરમિયાન જો કોઈ ભોજન અને સારવાર વગર જીવ ગુમાવે તો તે દેશની સાથે દુનિયા માટે શરમજનક વાત છે. અમે તમને આવી ઘટના વિશે જણાવી રહ્યાં છીએ, જેના વિશે જાણીને તમારા રૂવાંડા ઉભા થઈ જશે, આંખમાં આંસુ આવી જશે, તમારો આત્મા કંપી ઉઠશે અને દિલમાં ઝટકો લાગશે. ઘટના હિંસાગ્રસ્ત સૂડાનના એક અનાથાલયની છે, જ્યાં ભોજન અને સારવાર વગર તડપીને ૭૧ બાળકોના દર્દનાક મોત થયા છે. ભૂખ અને બીમારીથી થયેલા આ મોતે દુનિયાને હચમચાવી દીધી છે. રિપોર્ટ અનુસાર સૂડાનમાં એપ્રિલ મહિનાથી અત્યાર સુધી ૭૧ બાળકોના મોત ભૂખ અને બીમારીને કારણે થયા છે. આ ઘટના બાદ અનાથાલયમાંથી ઓછામાં ઓછા ૩૦૦ બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. સૂડાનમાં સેના અને અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે દેશમાં ચાલી રહેલી ભીષણ લડાઈ વચ્ચે મોતનો મામલો અલ-મૈકુલા અનાથાયલનો છે અને પાછલા મહિને તેનો ખુલાસો થયો હતો. સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષના પ્રવક્તા રિકાર્ડો પિરેસે કહ્યુઃ ખાર્તુમના અલ મૈકુમા અનાથાલયમાંથી ઓછામાં ઓછા ૩૦૦ બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. તેમણે એસોસિએટેડ પ્રેસને એક મેલ દ્વારા જણાવ્યું કે સૂડાનના સામાજિક વિકાસ મંત્રાલયે બાળકોની જવાબદારી સંભાળી છે, તો યૂનીસેફે સ્વાસ્થ્ય સહાયતા, ભોજન, શિક્ષણ ગતિવિધિ તથા ખેલ-કૂદ વગેરેની જવાબદારી સંભાળી છે. ભૂખ અને બીમારીથી તડપીને થયેલા ૭૧ બાળકોના દર્દનાક મોતે સંયુક્ત રાષ્ટ્રને પણ ચોકાવી દીધુ છે. બાળકોને બહાર કાઢવામાં મદદ કરનારી રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ કહ્યું કે, એક મહિનાથી ૧૫ વર્ષની ઉંમરના બાળકોને જાજિરા પ્રાંતની રાજધાની મદની સુધી સુરક્ષિત કોરિડોર હાસિલ કરતા સુરક્ષિત સ્થળે લાવવામાં આવ્યા. બાળકોની સાથે ધ્યાન રાખનાર ૭૦ લોકોને પણ મોકલવામાં આવ્યા છે. સૂડાનમાં આઈસીઆરસી પ્રતિનિધિમંડળના પ્રમુખ જીન ક્રિસ્ટોફરે કહ્યુ- બાળકો તે સ્થાન પર હતો જ્યાં છેલ્લા છ સપ્તાહથી લડાઈ ચાલી રહી હતી, તે સ્થાન પર ખુબ મુશ્કેલ સમય પસાર કર્યો છે. મીડિયાના સમાચાર પ્રમાણે અનાથાલયમાં જે બાળકોના ભૂખ અને બીમારીથી મોત થયા છે, તેમાં ત્રણ મહિનાનું બાળક પણ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here