સ્વચ્છતા બાબતે પ્રજાને જાગૃત કરવા અમદાવાદના ગાંધી આશ્રમમાં ટોઇલેટ કાફે

0
1473

 

 

આપણે એવા દેશમાં રહીએ છીએ જે કુદરતી સૌંદર્ય અને સામાજિક માળખાની ભેટથી છવાયેલો છે. વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અને સમુદાયોના કારણે આપણે બધા એકતા અને સંપથી જોડાયેલા છીએ.

આમ છતાં, આપણે જોઈએ છીએ કે આપણે સ્વચ્છતા-સફાઈના અભાવના કારણે આપણા લેન્ડસ્કેપનો નાશ થયો છે. ‘સુંદર વ્યક્તિ, પરંતુ સુંદર પોળો નહિ! એવું ક્રિયાપદ છે જે આપણા મનમાં છવાયેલું છે. લગભગ 70 વર્ષ અગાઉ, પાંચમા ધોરણના વિદ્યાર્થી ઈશ્વરભાઈ પટેલ (આ પછી તેઓ સફાઈ વિદ્યાલયના સ્થાપક બન્યા હતા) નોર્થ ગુજરાતમાં પોતાના ગામડામાં શેરીઓની સફાઈ કરતા હતા ત્યારે તેમને એક અનુભવ થયો હતો. તેમના શિક્ષક ગોપાલદાદા તેમની પાસે બેઠા અને તેમને સમજાવ્યું કે નાગરિકો સ્વચ્છતાના અભાવના કારણે કેવી મુશ્કેલી અનુભવે છે. જ્યારે સફાઈ-સ્વચ્છતાનો અભાવ હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે મૂળ કારણ આપણા હૃદયમાં રહેલી અનુકંપા-કરુણાનો અભાવ છે.

એ જ ક્ષણે ઈશ્વરભાઈ પટેલે નક્કી કર્યું હતું કે તેમનું સમગ્ર જીવન સ્વચ્છતા-સફાઈ કામગીરી માટે સમર્પિત કરશે. તેમણે 1950માં કામગીરીની શરૂઆત કરી, ત્યારે ભારતમાં ફક્ત આઠ ટકા નાગરિકો ટોઇલેટમાં મળત્યાગ કરતા હતા. તેમણે કહ્યું હતું કે આમાં સુવિધાઓના અભાવના કારણે નહિ, પરંતુ જે પદ્ધતિ હતી તેમાં બદલાવ લાવવાની જરૂર હતી.

50 વર્ષ માટે, ઈશ્વર દાદા ગામડેથી ગામડે ફર્યા અને સેનિટેશનનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો. તેમના માટે તેમની આ યાત્રા તમામ સમુદાયોમાં લોકો સુધી આ સંદેશ પહોંચાડવા માટે હતી. તેમણે 50 હજાર આવાસોના નિર્માણ માટે હજારો ડિઝાઇનો તૈયાર કરી હતી.

એક વાર તેમણે કહ્યું હતું કે, હાર્ડવેર સરળ છે, સોફટવેરનું કામ મુશ્કેલ છે. જ્યારે નાગરિકો ટોઇલેટનું મૂલ્ય સમજવાનું શરૂ કરશે, તો તેઓ તેમની જાતે જ તે બાંધશે. આપણે ફક્ત તેમને આ સુવિધાઓ આપવી જોઈએ.

જીવનમાં આંતરિક સ્વચ્છતાને ધ્યાનમાં રાખવા અને એ જ રીતે જીવનમાં સેનિટેશનનું મહત્ત્વ સમજાવવા અમદાવાદમાં ગાંધી આશ્રમમાં સફાઈ વિદ્યાલય-સેનિટેશન ઇન્સ્ટિટ્યૂટમાં ટોઇલેટ પાર્કની સ્થાપના કરવામાં આવી છે. જાણીતા આર્કિટેક્ટ યતીન પંડ્યાએ તેની અનોખી ડિઝાઇન તૈયાર કરી છે. આ જગ્યાનો ઉપયોગ નાનકડા મેળાવડા, મિટિંગ માટે થાય છે, જેના થકી લોકો સેનિટેશનનો સંદેશો વહેંચે છે.

જયેશભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવેલું, ટોઇલેટ કાફે કોઈ સુંદર ચા, કોફી અને ટિટ-બિટ્સની સેવા આપે છે (સરળ  અને હટ કે વિચાર સાથે) જેમાં તમે તમારા મનપસંદ સાથી સાથે ટોઇલેટની બેઠકો પર બેસી શકો છો. સમગ્ર હેતુ લોકોને સફાઈ પ્રત્યે જાગૃત કરવાનો, સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે.

ટોઇલેટ કેફેના (વાસ્તવિક) શૌચાલયમાં, તેમની પોતાની એક અનન્ય વિચાર છે, જેમાં તેઓ પે એન્ડ યુઝ’ના બદલે ‘યુઝ એન્ડ ગેટ પેઇડ’ની વિભાવનાને અનુસરે છે, તેથી, દર વખતે જ્યારે તમે ત્યાં જાવ ત્યારે તમારે બે રૂપિયા ચૂકવવા પડે છે!

મંત્રીઓ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને એનજીઓના અધિકારીઓ બેઠકોના આયોજન માટે ટોઇલેટ કાફેમાં ભેગા થાય છે. ઘણી વાર, એક પ્રોજેક્ટ ટોઇલેટ ગાર્ડનમાં રાખવામાં આવે છે, જ્યાં લોકો  એકબીજાની સાથે બેસતા હોય છે, તેથી તે એક હબ બની શકે છે.

ટોઇલેટ કેફેની શરૂઆત સફાઈ વિદ્યાલયમાં 2010માં બનાવતી સ્વચ્છતા જાગૃતિ બનાવવાના સામાજિક કારણથી પ્રેરિત છે. કાફેની પ્રેરણા ઈશ્વરભાઈ પટેલ (જયેશભાઇના પિતા) દ્વારા 1967માં વિકસાવવામાં આવેલા ટોઇલેટ ગાર્ડનમાંથી આવે છે, જેમને ઘણી વાર મિસ્ટર ટોઇલેટ અથવા સફાઈ વિદ્યાલયના સ્થાપક તરીકે યાદ કરવામાં આવે છે. ટોઇલેટ ગાર્ડન ભારતના વિવિધ પ્રદેશોમાં જરૂરિયાતો અને પસંદગીઓ અનુસાર બનાવવામાં આવેલાં વિવિધ પ્રકારનાં શૌચાલયનું એક મોડેલ છે.

સફાઈ વિદ્યાલય પાસે અલગ અલગ – વિવિધ નામ ધરાવતાં બાથરૂમ છે અને તેના કચરામાંથી ઉત્પન્ન થયેલા બાયો-ગેસનો ઉપયોગ વીજળી અને રસોઈ માટે થાય છે. વર્લ્ડ બેન્કે સફાઈ વિદ્યાલયમાં વિકસિત લો કોસ્ટ સેનિટેશનના મોડેલને મંજૂર કર્યા પછી ગુજરાતમાં પાંચ લાખ શૌચાલયો બનાવવામાં આવ્યાં છે.

 

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here