રાષ્ટ્રીપતિ રામનાથ કોવિંદજીની ઉપસ્થિ તિમાં એમ.એસ.યુનિવર્સિટીનો ૬૬મો પદવીદાન સમારોહ યોજાયો

વડોદરા: રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદજીએ વસંતપંચમીના પવિત્ર દિવસે જ યોજાયેલા એમ.એસ.યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહનો સુખદ સંયોગ જણાવી વસંતપંચમીને શિક્ષણ સાથેનો સીધો સંબંધ હોય, અહીંથી પદવી મેળવનારાઓના જીવનમાં પણ સદેવ માં સરસ્‍વતીની કૃપા બની રહે તેવી હાર્દિક શુભેચ્‍છાઓ આપી જણાવ્‍યું હતું કે, હવે અહીંથી બહાર નીકળી વ્‍યવહારિક અને જીવનની પાઠશાળાના પડકારો સામે પોતાની પ્રતિભાને ઉજાગર કરી સમાજ-દેશના વિકાસ સાથે તાલ-મેલ કરવાનો સમય આવ્‍યો છે. યુવાનો ચિત્‍ત, એકાગ્રતા, નિષ્‍ઠા અને ઇમાનદારી સાથે ચાલશો, તો કોઇ પણ પડકારો પાર કરી શકશો તેમ જણાવ્‍યું હતું.

આ અવસરે ૧૫૯ વિદ્યાર્થીઓને ૨૬૭ સુવર્ણપદક સાથે ૧૪ વિવિધ ફેકલ્‍ટીના ૧૧ હજાર જેટલા વિદ્યાર્થીઓના પદવીદાન એનાયત કરવાના સમારોહમાં રાષ્‍ટ્રપતિશ્એ પોતાના દિક્ષાંત પ્રવચનમાં મેડલ-પદવી મેળવનારી દિકરીઓની સંખ્‍યા વિશેષ જોતાં માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ માટે ગૌરવ લેવા જેવી બાબત હોવાનું જણાવી, ગુજરાત સરકારે સમાજ નિરંતર પ્રગતિશીલ હોવાનું ફલિત કરી બતાવ્‍યું છે.

રાષ્‍ટ્રપતિએ એમ.એસ.યુનિવર્સિટીના કુલાધિપતિ શુભાંગીનીદેવી ગાયકવાડના નિમંત્રણને માન આપીને વડોદરા પધાર્યા છે તેમ જણાવી તેમણે દિક્ષાંત સમારોહમાં ઉપસ્‍થિત સૌને રાષ્‍ટ્રપતિ ભવન આવવા અને જોવાનું નિમંત્રણ આપ્‍યું હતું.

આ અવસરે રાજયપાલ ઓ.પી.કોહલીએ જણાવ્‍યું હતું કે ગુજરાતની વિશ્‍વ પ્રસિધ્‍ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાનો દિક્ષાંત સમારોહ  આજે વસંતપંચમીના પર્વ દિવસે ઉજવાઇ રહયો છે. જે ગુજરાત માટે ગૌરવવંતું છે. એટલું જ નહીં એમ.એસ. યુનિવર્સિટીએ વિશ્‍વ વિખ્‍યાતની નામના ધરાવે છે ત્‍યારે આ યુનિવર્સિટીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગ સાથે તાલ મિલાવી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ઉચ્‍ચતમ શિક્ષણની સાથોસાથ લલિતકલા અને ફાઇન આર્ટસ ક્ષેત્રે ગૌરવ અપાવ્‍યું છે.

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું કે, મહારાજ સયાજીરાવ ગાયકવાડે સામાજીક સમરસતા અને અશ્‍પૃશ્‍યતા નિવારણમાં ખૂબ જ મોટું યોગદાન આપ્‍યું હતું.

આ અવસરે પ્રારંભમાં કુલાધિપતી સુશ્રી શુભાંગીનીદેવી ગાયકવાડે મહેમાનોને આવકારી પ્રાસંગિક ઉદ્દબોધન કરી દિક્ષાંત સમારોહને ખુલ્‍લો મુકયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here