વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીનને બોક્સિગમાં ગોલ્ડ મેળવવામાં સફળતા

 

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં ભારતીય એથલીટનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ગેમ્સમાં બોક્સર નિખત ઝરીને ભારતને ગોલ્ડ અપાવ્યો છે. નિખતે વિમેન્સ લાઇટ લાય કેટેગરીની ફાઉનલમાં ઉત્તર આયરલેન્ડની કાર્લે મેકાઉનલને ૫-૦થી હરાવી છે. આ સાથે કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨ના મેડલ ટેલીમાં ભારત ચોથા ક્રમે આવી ગયું છે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં ભારત અત્યાર સુધી ૪૮ મેડલ જીતી ચૂક્યું છે જેમાં ૧૭ ગોલ્ડ, ૧૨ સિલ્વર અને ૧૯ બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતીય એથલીટનું બોક્સિગમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. આ સાથે જ ઓવરઓલ ભારતનો આ ૧૭મો ગોલ્ડ છે. ખાસ વાત એ છે કે નિખત પ્રથમ વખત દેશ માટે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી છે. જ્યારે મેન્સ ટ્રિપલ જંપ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ તથા સિલ્વર બંને મળ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here