ઈમરાન ખાનની તાજપોશીમાં જવા માટે તૈયાર છે નવજોત સિંહ સિધ્ધુ

0
798
Imran Khan, Pakistani cricketer turned politician, speaks during an interview at his residence in Islamabad November 16, 2011. REUTERS/Mian Khursheed

 

પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ઈમરાન ખાનની પાર્ટી  તહેરિકે ઈન્સાફે સહુથી વધારે બેઠકો જીતી લીધી હતી. જો કે 270 સભ્યોની સંસદમાં બહુમતી મેળવવા અને સરકાર રચવા 137 બેઠકો મળવી જોઈએ પણ  ઈમરાન ખાનના પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી એટલોે એમણે સરકાર રચવા માટે નાના પક્ષો કે અપક્ષ સબ્યોનું સમર્થન લેવું પડશે. આમ છતાં તહેરિક-એ -ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાન સરકાર રચી રહ્યા છો અને વડાપ્રધાનપદ માટે તેમની તાજપોશી થઈ રહી છે. તે પ્રસંગે હાજર રહેવાનું આમંત્રણ જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીવી કાર્યક્રમોના પ્રવક્તા નવજોત સિંહ સિધ્ધુ અને કપિલ દેવને પાઠવવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. આગામી 11 ઓગસ્ટના દિને યોજાઈ રહેલા આ શપથ ગ્રહણ સમારોહમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ ભારતના અનેક મહાનુભાવોને આપવામાં આવ્યું છે. લિટલ માસ્ટરના નામે જાણીતા અજોડ ક્રિકેટ ખેલાડી સુનીલ ગાવસ્કરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. બોલીવુડના અભિનેતા આમિરખાને સ્પષ્ટતા કરી હતી કે, તેમને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું કોઈજ પ્રકારનું નિમંત્રણ મળ્યું નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here