દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું અવસાન

 

મધ્યપ્રદેશ: દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વ‚પાનંદ સરસ્વતીનું ૯૯ વર્ષનીવયે અવસાન થયું છે. તેમનું મૃત્યુ મધ્ય-દેશના નરસિંહપુરમાં થયું હતું. મળતી માહિતી મુજબ, તેમણે બપોરે ૩ વાગ્યાની આસપાસ પરમહંસી ગંગા આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા હતા. સ્વામી શંકરાચાર્ય લાંબા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા તેમણે પોતાનો ૯૯મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.

શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે જણાવ્યું કે  સ્વામી સ્વ‚પાનંદ સરસ્વતીને સોમવારે સાંજ ૫ વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે. જગદગુરુ‚ શંકરાચાર્ય સ્વામી સ્વ‚પાનંદ સરસ્વતીજી બે મઠ (દ્વારકા અને જ્યોર્તિ મઠના શંકરાચાર્ય છે. સ્વામી સ્વ‚પાનંદ સરસ્વતીનો જન્મ ૨ સપ્ટેમ્બર, ૧૯૨૪ના રોજ સિવની જિલ્લાના જબલપુરની દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. માત્ર ૯ વર્ષની ઉંમરે તેમણે ઘર છોડીને ધર્મ યાત્રા શ‚ કરી હતી. આ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા અને જયાં તેમને બ્રહ્મલીન સ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ શાસ્ત્રોનું શિક્ષણ લીધું. સ્વામી સ્વ‚પાનંદને ૧૯૫૦માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. જયોતિમઠ પીઠના બ્રહ્માલિન શંકરાચાર્યએ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. 

તેમને ૧૯૮૧માં શંકરાચાર્યની પદવી મળી હતી. વર્ષ ૧૯૪૨માં જયારે ભારત છોડો આંદોલની જાહેરાત કરવામાં આવી ત્યારે સ્વામી સ્વ‚પાનંદ પણ આ આંદોલનમાં જોડાયા હતા. ૧૯ વર્ષના હતા ત્યારે ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ઘ થયા હતા. તેઓ વારાસણીમાં ૯ મહિના અને મધ્યપ્રદેની જેલમાં છ મહિના સુધી કેદ રહ્યાં હતા. 

શંકરાચાર્ય સ્વ‚પાનંદ સરસ્વતી તેમની સ્પષ્ટવકતા માટે જાણીતા હતા. તેમણે સરકાર સમક્ષ રામ મંદિર ટ્રસ્ટ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કેસરી પહેરવાથી કોઇ સનાતની નથી બની જતું. તેમણે કહ્યું કે જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં એવી કોઇ વ્યકિત નથી જે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે. તેમણે સંપત્તિને લઇને ટ્રસ્ટ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. 

સ્વ‚પાનંદ સરસ્વતી હિન્દુઓના સૌથી મહાન ધાર્મિક નેતા હતા. તેમણે રામ મંદિર માટે લાંબી લડાઈ પણ લડી હતી. તેમના મૃત્યુ બાદ આશ્રમમાં લોકો એકઠા થવા લાગ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે, તેમના શિષ્યો ત્યાં હાજર હતા. 

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ જન્મભૂમિ ન્યાસના નામે વિહિપ અને ભાજપ પર નિશાન સાધ્યા હતા. તેમણે કહ્યું હતું અયોધ્યાના મંદિરના નામે ભાજપ-વિહિપ પોતાની ઓફિસ બનાવવા માગે છે, જે અમને મંજૂર નથી. હિન્દુઓના શંકરાચાર્ય જ સર્વોચ્ચ હોય છે. હિન્દુઓની સુપ્રીમ કોર્ટ અમે જ છીએ. મંદિરનું એક ધાર્મિક રૂપ હોવું જોઇએ, પરંતુ આ લોકો તેને રાજકીય સ્વ‚પ આપવા માગે છે જે અમને લોકોને માન્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here