વડા પ્રધાન મોદીએ ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો : યુપી+યોગી=ઉપયોગી

 

નવી દિલ્હીઃ ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભાને સંબોધન કર્યું હતું અને નવો નારો આપ્યો હતો કે, યુપી યોગી=ઉપયોગી. તેમણે કહ્યુ હતું કે, આપણે ત્યાં કેટલીક રાજકીય પાર્ટીઓ એવી છે જેમને દેશના વારસા સાથે અને વિકાસ સાથે પણ વાંધો છે. તેમને પોતાની વોટબેંકની ચિંતા વધારે હોય છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ રાજકીય પક્ષોને દેશનાં વિકાસ સાથે વાંધો એટલા માટે છે કારણ કે ગરીબોની તેમના પરની નિર્ભરતા ઓછી થઈ રહી છે. તેમને ગંગાજીના સફાઈ અભિયાન સામે વાંધો છે. આ જ લોકો આતંકીઓ સામે સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા હોય છે. આ એ જ લોકો છે જે ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવેલી કોરોના વેક્સિન પર સવાલ ઉઠાવતા હોય છે. તેમણે કહ્યું હતું કે, વિપક્ષને તો બાબા વિશ્વનાથનું કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બને તેની સામે પણ વાંધો છે. તમે બધા જાણો છો કે, પહેલા પશ્ચિમ યુપીમાં કાયદો અને વ્યવસ્થા કેવી હતી. પહેલા સાંજ થતા જ તમંચો લહેરાવનારા રસ્તા પર આવી જતા હતા. પાંચ વર્ષ પહેલા રાજ્યના બહુ ઓછા વિસ્તારોમાં વીજળી મળતી હતી પણ આજે યુપીમાં બધાનું ભલુ થઈ રહ્યુ છે. પાંચ વર્ષ પહેલા જનતાના પૈસાનો દુરુપયોગ થતો હતો. તમને પણ આ વાતની ખબર છે. આજે યુપી સરકારે ૮૦ લાખ મફત વીજળી કનેક્શન આપ્યા છે.

વધુમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, પહેલા મોટી યોજનાઓ કાગળ પર શરૂ કરીને વિપક્ષો પોતાની તિજોરી ભરતા હતા. હવે અમે  જમીન પર યોજનાઓ શરૂ કરી રહ્યા છે. જેથી તમે સમૃદ્ધ બનો. લોકોના પૈસા કયાં વપરાતા હતા તે તમે જોયુ છે. આજે યુપીના પૈસા યુપીના વિકાસમાં લાગી રહ્યા છે. ગંગા એક્સપ્રેસ વે પણ લોકો માટે પ્રગતિનો નવો દરવાજો ખોલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here