ભારતીય લશ્કર માટે જંગી શસ્ત્રોની ખરીદી કરાશે.

0
1054

 

ભારતની સીમા પર સુરક્ષા દળો પર કરવામાં આવતા સતત આતંકી હુમંલાઓ રોકવા માટે અનિવાર્ય તમામ પગલાં ભરવાનું વલણ હવે ભારત સરકાર અપનાવી રહી છે. ભારતીય સૈન્ય પાસે પૂરતા પ્રમાણમાં શસ્ત્ર સરંજામ ન હોવાની વાસ્તવિકતાને સ્વીકારીને સરકારે જંગી જથ્થામાં નવી એસોલ્ટ રાયફલો તથા સંખ્યાબંધ મશીનગનોની ખરીદી કરવાના નિર્ણય પર મંજૂરીની મહોર મારી દીધી  છે. આર્મી, નેવી અને હવાઈદળના સૈનિકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ પગલું તાત્કાલિક ભરવામાં આવ્યું છે. પાકિસ્તાન અને ચીનની સરહદ ફરજ બજાવતા ભારતીય સૈન્યને શસ્ત્રોથી સજ્જ કરવા માટે વિવિધ પ્રકારના શસ્ત્ર સરંજામની ખરીદી કરવામાં આવી રહી હોવાનું અખબારીયાદીમાં જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here