અભિનેત્રી શબાના આઝમીની ફિલ્મ mee raqsam રજૂ થઈ રહી છેઃ પુત્રીએ શાયર પિતાને અંજલિ આપી છે. 

 

       અભિનેત્રી શબાના આઝમીએ ખાસ ફિલ્મનું નિર્માણ કર્યું છે. જેનું નામ છેઃ મી રકસમ રક્સ ઉર્દુ શબ્દ છે, જેનો અર્થ થાય છેઃ નૃત્ય. કૈફી આઝમી ઉર્દૂના સુપ્રસિધ્ધ શાયર હતા. તેમણે અનેક ઉત્કૃષ્ટ રચનાઓ આપી છે. તેણે ગીત, ગઝલ  તેમજ નઝમોની રચના કરી છે. શબાના આઝમીએ નિર્માણ કરેલી આ ફિલ્મનું નિર્દેશન તેમના ભાઈ જાણીતા સિનેમેટોગ્રાફર સૈયદ બાબા આઝમીએ કર્યું છે. આગામી 21મી ઓગસ્ટના આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવશે. આ ફિલ્મ શબાનાજી અને કૈફીસાહેબ – પુત્રી અને પિતાના જીવન પર આધારિત છે. પિતા- પુત્રી વચ્ચેના સંબંધોની સંવેદના એમાં અભિવ્યકત કરવામાં આવી છે. નાના ગામડામાં રહેતી અને ડાન્સર બનવા ઈચ્છતી પુત્રીનાં સપના પૂરાં કરવા એક પ્રેમાળ પિતા કઈ રીતે સમાજ સામે લડે છે તેની વાત ફિલ્મમાં કરવામાં આવી છે. બાબા આઝમી એક નીવડેલા સિનેમેટોગ્રાફર છે. તેમણે અગાઉ બેટા, તેજાબ, મિસ્ટર ઈન્ડિયા, પુકાર જેવી ફિલ્મોમાં ફોટોગ્રાફી કરી હતી. આ ફિલ્મમાં શબાના આઝમીની સાથે દાનિશ હુસૈન, અદ્તિ સુબેદી પિતા- પુત્રીની ભૂમિકા ભજવી રહ્યા છે. એક ખાસ ભૂમિકામાં પીઢ અભિનેતા નસીરુદી્ન શાહ પણ જોવા મળશે. શબાના આઝમી કહે છેઃ આ ફિલ્મ અંધકાર ભરેલા જગતમાં આશાના એક કિરણ સમાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here