વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું

વારાણસી: ભારત હવે ગુલામીની માનસિકતામાંથી આઝાદ થવાની અને સાંસ્કૃતિક વારસા’ પર ગૌરવની ઘોષણા કરી રહ્યો છે તેવું વડા પ્રધાન મોદીએ સોમવારે કહ્યું હતું. વડા પ્રધાન મોદીએ વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્રસ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ કહ્યું કે “ગુલામીના કાળમાં જુલ્મી શાસકોએ ભારતને નબળું પાડવા આપણા પ્રતીકોને નિશાન બનાવ્યું હતું. આઝાદી પછી આ સાંસ્કૃતિક પ્રતીકોનું પુનનિર્માણ જરૂરી હતું. આઝાદી પછી સોમનાથ મંદિરના પુનનિર્માણનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આવી વિચારધારા દશકો સુધી દેશમાં પ્રવર્તમાન રહી હતી. આનું પરિણામ આવ્યું કે દેશ લઘુતાગ્રંથિમાં સરી ગયો અને વારસા પર ગૌરવ કરવાનું ભૂલી ગયો. આઝાદીના સાત દશક પછી સમયનું ચક્ર ફરી એક વાર બદલાયું છે. ગુલામીની માનસિકતાથી મુક્તિની ઘોષણા દેશે લાલ કિલ્લા પરથી કરી હતી અને હવે વારસા પર ગૌરવની અનૂભુતિ કરી રહ્યો છે. સોમનાથથી શરૂ થયેલું કાર્ય એ હવે અભિયાનનું સ્વરૂપ લીધું છે. વિશ્વનાથધામની ભવ્યતા ભારતના અવિનાશી મહિમાની ગાથા સંભળાવી રહ્યું છે. મહાકાલ મહાલોક અમરત્વનો પુરાવો આપી રહ્યો છે અને કેદારનાથ વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે તેવું વડા પ્રધાને કહ્યું હતું. સૈકાઓ સુધી ભારત આર્થિક સમૃદ્ધિ અને ભૌતિક વિકાસનું ઉદાહરણ રહ્યો છે. કાશીના કાયાકલ્પ માટે સરકાર, સમાજ અને સંતો ભેગા મળીને કાર્ય કરી રહ્યા છે. સ્વર્વેદ મહામંદિર વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર છે. આના ઉદ્ઘાટન પછી મોદી અને યોગી આદિત્યનાથે કેન્દ્રનું નીરિક્ષણ કર્યું હતું. 20,000 લોકો એક સાથે ધ્યાન કરી શકે છે. સાત માળના મહામંદિરની દીવાલો પર સ્વર્વેદના દોહાઓની કોતરણી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here