‘આપ’ ગુજરાતમાં આવે તો કોઈ ફેર પડતો નથી : નીતિન પટેલ

 

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટી ‘આપ’માં પહેલા પત્રકાર ઈશુદાન ગઢવી જોડાયા બાદ હવે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી જોડાઈ જતાં ભાજપમાં આમ તો ભારે વમળો પેદા થવા પામ્યા છે. જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે આપ હોય કે કોઈ પણ પાર્ટી ગુજરાતમાં આવે તેનાથી કોઈ ફેર પડતો નથી. આમ આદમી પાર્ટી માત્ર બિનજરૂરી ખર્ચાઓ કરે છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તેની મતદારોએ નોંધ પણ લીધી નહોતી. ૨૦૨૨ની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થશે. આપ માત્ર એક શહેર પુરતો મર્યાદિત પક્ષ છે. ગુજરાતના લોકોને બધી જ સમજણ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે હવે ગુજરાતના લોકોને આપ પાર્ટીમાં વધુ વિશ્વાસ છે. સરકારી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના મામલે રાજ્યભરમાં આંદોલન કરનાર જન અધિકાર મંચના પ્રવીણ રામ અને સિસોદિયા વચ્ચે બેઠક યોજાઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here