લોથલમાં વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ મ્યુઝિયમની પ્રગતિની માટે સમીક્ષા બેઠક

ગાંધીનગરઃ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ગુજરાતના ગાંધીનગરમાં લોથલમાં નિર્મિત થઈ રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ મીટિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખ માંડવિયા, માનનીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ તેમજ પ્રવાસન રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઇક અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.
મીટિંગ દરમિયાન કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસિત કરી રહ્યું છે. આ કોમ્પ્લેક્સ ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરશે. NMHCએ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના સાગરમાલા પ્રોગ્રામના મુખ્ય પ્રોજેક્ટ્સમાંનું એક છે અને તે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ કોમ્પ્લેક્સ હશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની પ્રગતિ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી છે અને રાજ્યને સોંપવામાં આવેલી વિવિધ જવાબદારીઓ નિભાવવામાં ગુજરાત તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પણ ગુજરાત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તમામ લોકોને વધુ સંકલન કરવા માટે નિર્દેશ આપ્યા હતા.
ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન ફાળવી છે. આ ઉપરાંત, સ્ટાફ ક્વાર્ટર્સના વિકાસ માટે વધારાની 25 એકર જમીન ફાળવવામાં આવી છે, રાજ્ય ધોરીમાર્ગથી NMHC પ્રોજેક્ટ સાઈટ સુધીના રોડનું 4 લેનિંગનુ કામ ચાલુ છે, લગભગ 25 કિમી દૂરથી નર્મદા પાણી પુરવઠો પહોંચાડવાનું કામ પૂરું થઈ ગયું છે, લગભગ 17 કિમીની ટ્રાન્સમિશન લાઇનો નાખવાનું કામ પ્રગતિમાં છે અને 66 KV GIS સબસ્ટેશનની સ્થાપના માટે ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેનું કામ પણ પ્રગતિ હેઠળ છે અને મૂળભૂત આંતરિક માળખાના વિકાસ માટે રૂ.150 કરોડનું યોગદાન રાજ્ય સરકારે આપ્યું છે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સાગરમાલા પ્રોગ્રામ હેઠળ રૂ. 4500 કરોડના અંદાજિત ખર્ચ સાથે આશરે 400 એકર વિસ્તારમાં NHMC વિકસિત કરવામાં આવી રહ્યું છે અને તેને જાહેર અને ખાનગી સંસ્થાઓના ભંડોળ અથવા વિવિધ સંસ્થાઓ અને CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ) ભંડોળ દ્વારો વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતના મુખ્ય બંદરો રૂ. 209 કરોડના ભંડોળનું યોગદાન આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here