દક્ષિણ કોરિયા સૈન્ય સંઘર્ષનો માર્ગ અપનાવશે તો અમે પરમાણુ હુમલો કરીશું ઉત્તર કોરિયા

 

ઉત્તર કોરિયાઃ ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે દક્ષિણ કોરિયાને ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો તે સૈન્ય સંઘર્ષનો માર્ગ અપનાવશે તો તેની સામે અમે પરમાણુ હૂમલો કરતાં ખચકાઈશું નહી. ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર જોંગે કહ્યું છે કે જો દક્ષિણ કોરિયા સાથે સૈન્ય મુકાબલો થશે તો ઉત્તર કોરિયા તેના પરમાણુ દળને તેની ફરજ બજાવવા દેશે. જોંગ વર્કર્સ પાર્ટી ઓફ કોરિયા સેન્ટ્રલ કમિટીના ડેપ્યુટી ડાયરેકટર છે. આ દરમિયાન જોંગે ઉત્તર કોરિયાના તાજેતરના મિસાઇલ પરીક્ષણને લઇને દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાનના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો. જોંગે આ નિવેદનને મોટી ભૂલ ગણાવી હતી. ઉત્તર કોરિયાએ આ વર્ષ જાન્યુઆરી અને માર્ચમાં અનેક મિસાઇલ પરીક્ષણો કર્યા હતા. આમાં લાંબા અંતરની ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ પણ સામેલ છે. આ પહેલા વર્ષ ૨૦૧૭માં ઉત્તર કોરિયાએ અમુક અંતરાલમાં અનેક મિસાઇલ પરીક્ષણો કર્યા હતા. જેના કારણે સમગ્ર કોરિયન દ્વીપકલ્પમાં તણાવનું વાતાવરણ હતું. હાલમાં જ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની એક તસવીર ખૂબ વાયરલ થઇ હતી જેમાં તે મિસાઇલ સાથે જોવા મળી રહયા હતા. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવવાના પ્રયાસમાં કિમ જોંગ ઉન સાથે બેથી વધુ વખત વાત કરી ચૂકયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here