લોકડાઉનના કારણે ભારતની ઈકોનોમીને વાગશે ૧૨૦ અબજ ડોલરનો ફટકો

 

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રિય બેન્ક બાર્કલેઝ બેન્કે અનુમાન લગાવ્યું છે કે, દેશવ્યાપી લોકડાઉનના કારણે ભારતના અર્થતંત્રને ૧૨૦ અબજ ડોલરનું નુકસાન થશે. બેન્કના રિપોર્ટમાં કહેવાયું છે કે, બદલાતી સ્થિતિઓને જોતા ૨૦૨૦ના કેલેન્ડર વર્ષમાં ભારતનો વિકાસ દર માત્ર ૨.૫ ટકા રહેશે. જે અગાઉ ૪.૫ ટકા રહેવાનું અનુમન હતું. આ સાથે જ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિકાસ દરનું અનુમાન ઘટાડીને ૩.૫ ટકા કરી દેવામાં આવ્યું છે.

જોકે આગામી વર્ષે ગ્રોથ રેટમાં વધારાની આશા છે. બાર્કલેઝે ૨૦૨૧ના કેલેન્ડર વર્ષ માટે જીડીપીમાં ૮.૨ ટાકના ગ્રોથનું અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૮ ટકાના ગ્રોથનો અંદાજ મુક્યો છે.

આ રિપોર્ટ પ્રમાણે લોકડાઉનના કારણે ભારતની ઈકોનોમીને ૧૨૦ અબજ ડોલર જેટલું નુકસાન થશે. જે જીડીપીના ચાર ટકા છે. જેમાંથી ૯૦ અબજ ડોલરનું નુકસાન લોકડાઉનનો સમય વધારવાના કારણે થશે. સ્વાભાવિક રીતે તેની અસર ગ્રોથ રેટ પર પણ પડશે.

તો મે મહિના સુધીમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૩ લાખ થઈ શકે છે

નવી દિલ્હીઃ ભારત સરકાર કોરોનાના વ્યાપને ત્રીજા સ્ટેજમાં પહોંચતો રોકવા માટે શક્ય હોય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે. ભારતમાં ૨૧ દિવસનું દેશવ્યાપી લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે. આવા સંજોગોની વચ્ચે વૈજ્ઞાનિકોએ આશંકા જાહેર કરી છે કે, જો દેશમાં અત્યારે જે ઝડપે કોરોનાના કેસ વધી રહ્યા છે તે ઝડપ યથાવત રહી તો મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં દેશમાં ૧૩ લાખ લોકો કોરોના પોઝિટિવ હશે.

એક ન્યૂઝ એજન્સીએ ભારતમાં કોરોનાનો અભ્યાસ કરનારા ઘ્બ્સ્-ત્ફ્ઝ઼-૧૯ સ્ટડી ગ્રુપના રિસર્ચને ટાંકીને કહ્યું છે કે, આ રિસર્ચ કરનારા સંશોધકોનુ માનવું છે કે, ભારતમાં કોરાના દર્દીના ટેસ્ટનો રેટ બહુ ઓછો છે. શક્ય છે કે, ટેસ્ટ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો સામે આવી રહ્યા નથી. બીજી તરફ હજી સુધી કોરોના માટે કોઈ રસી બજારમાં આવી નથી. આ સંજોગોમાં ભારતમાં કોરોના જો ત્રીજા સ્ટેજ પર પહોંચ્યો તો વિનાશકારી પરિણામો આવશે. કારણકે ભારતની હેલ્થ કેર સિસ્ટમ પહેલેથી જ દબાણ હેઠળ છે. આ રિસર્ચ ગ્રુપના કહેવા પ્રમાણે ભારતમાં કોરોનાનો વ્યાપ અમેરિકાની પેટર્નથી થઈ રહ્યો છે. જ્યાં પહેલા કોરોના ધીમે ધીમે પ્રસર્યો હતો અને અચાનક જ કેસો ઝડપભેર વધવા માંડ્યા હતા. અમે જે અંદાજ મુક્યો છે તે ભારતમાં શરૂઆતના તબક્કામાં જે આંકડા સામે આવ્યા છે તેના આધારે મુક્યો છે. ભારતમાં ૧૯ માર્ચ સુધી અમેરિકાની પેટન્ટ પર જ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. બીજી તરફ ભારતની હેલ્થકેર સિસ્ટમ આ મહામારી જો વધારે ફેલાય તો લડવા માટે તૈયાર નથી. કારણકે ભારતમાં દર ૧૦૦૦ લોકોએ હોસ્પિટલના બેડની સંખ્યા માત્ર ૦.૭ છે. જ્યારે ફ્રાંસમાં દર ૧૦૦ પર ૬.૫ બેડ, દક્ષિણ કોરિયામાં ૧૧.૫ બેડ, ચીનમાં ૪.૨ બેડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here