કોરોના સામે કઈ રીતે લડવાનું છે? સૌથી ઉપયોગી છે વડા પ્રધાનની આ ફોર્મ્યુલા

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર રાતથી દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. આ મહામારીને લઈને રાષ્ટ્રના નામે પોતાના બીજા સંબોધનમાં તેમણે તેના નિવારણની રીત પણ સમજાવી હતી. તેમણે કોરોનાનો અર્થ સમજાવ્યો કે ‘કોઈ રોડ પર ન નિકળે.’ તેમણે જનતાને અપીલ કરી કહ્યું કે, ‘કેટલાક લોકોની બેદરકારી, કેટલાક લોકોના ખોટા વિચાર તમારા, તમારા બાળકોના, તમારા માતા-પિતાને, તમારા પરિવારને, તમારા મિત્રોને, દેશને મોટી મુશ્કેલીમાં મુકી દેશે.’

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, ‘હિન્દુસ્તાનને બચાવવા માટે, હિન્દુસ્તાનના દરેક નાગરિકને બચાવવા માટે મંગળવારની રાતે ૧૨ કલાકથી, ઘરની બહાર નિકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે છે. દરેક રાજ્યએ, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશોએ, દરેક જિલ્લા, દરેક ગામ, દરેક શેરીને લોકડાઉન કરવામાં આવી રહ્યું છે.’ 

તેમણે કહ્યું, ‘ચોક્કસપણે આ લોકડાઉનની એક આર્થિક કિંમત દેશે ચુકવવી પડશે. પરંતુ એક-એક ભારતીયના જીવનને બચાવવું આ સમયે મારી, ભારત સરકારની, દેશની દરેક રાજ્ય સરકારની, દરેક સ્થાનિક તંત્રની, સૌથી મોટી પ્રાથમિકતા છે, તેથી મારી તમને પ્રાર્થના છે કે આ સમયે તમે દેશમાં જ્યાં છો ત્યાં રહો.’ આ લોકડાઉન ૨૧ દિવસનું હશે. 

તેમણે કહ્યું કે, આ લોકડાઉન તમને બચાવવા, તમારા પરિવારને બચાવવા માટે લાગુ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઘરમાંથી નિકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. ૨૧ દિવસ સંભાળ ન રાખી તો ઘણા પરિવાર તબાહ થઈ જશે. ત્રણ સપ્તાહના લોકડાઉન પર તેઓ બોલ્યા કે ૨૧ દિવસ સાવચેતી ન રાખી તો ૨૧ વર્ષ પાછળ જતો રહેશે દેશ  

દેશવાસીઓને અપીલ કરતા તેમણે કહ્યું કે, તેમની દેશવાસીઓને પ્રાર્થના છે કે તમે આ સમયે દેશમાં જ્યાં પણ હોવ, ત્યાં રહો. અત્યારની સ્થિતિ જોતા દેશમાં આ લોકડાઉન ૨૧ દિવસનું હશે. આવનારા ૨૧ દિવસ આપણા માટે ખુબ મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો કોરોના વાઇરસના સંક્રમણની સાયકલ તોડવા માટે ઓછામાં ઓછો ૨૧ દિવસનો સમય ખુબ મહત્વનો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here