ગુજરાતમાં કોરોનાને બ્રેક, ૮૭ પોઝિટિવ, કુલ મૃત્યુ ૬, વેન્ટિલેટર પર માત્ર બે જ

 

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લી પરિસ્થિતિ મુજબ કોરોના વાઇરસના રાજ્યમાં કુલ ૮૭ કેસો બનવા પામેલ છે. અત્યાર સુધી છ વ્યક્તિના મૃત્યુ થયા છે. વેન્ટીલેટર પર ૨ છે. બુધવાર સાંજથી ગુરુવાર સવારે ૧૦ વાગ્યા સુધીમાં કોરોનાનો નવો એક પણ કેસ ઉમેરાયો નથી. વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, સાત લોકો સારવાર લઇ સ્વસ્થ થઇ ઘરે ગયા છે. 

તેમણે જણાવ્યું કે, આગામી ચારથી પાંચ દિવસ ખૂબ જ અગત્યના છે. ચોક્કસ ધ્યાન રાખવાની જરૂર છે. શારીરિક કંઇપણ તકલીફ હોય તો આપણા હેલ્થ લાઇન નંબરો છે તેનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. ૮૭ કેસો છે તેમાંથી ૩૩ કેસો વિદેશ પ્રવાસવાળા છે. ૪૬ લોકલ કેસો છે. જેમણે કોઇ પ્રવાસ કરેલ નથી. હોમ કોરોન્ટાઇલના ભંગ બદલ ૪૧૭ સામે ફરિયાદ કરી છે. 

આજની સ્થિતિએ ૧૭,૬૬૬ હોમ કોરોન્ટાઇન છે. ૯૦૪ સરકારી કોરોન્ટાઇનમાં છે. ૪૮૨ પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. કોરોન્ટાઇનના પંદર દિવસ પૂર્ણ થવા આવ્યા હોય તેવા લોકોએ ગભરાવાની જરૂર નથી. કુલ ૧૭૮૯ કેસોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૬૯૩ કેસોમાં નેગેટીવ સેમ્પલ આવ્યા છે અને ૯ પેન્ડીંગ છે. 

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ગીચ વિસ્તારોની સરકારી ટીમો દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે. સરકાર પાસે દવાઓ, ડોકટરી સેવા તેમજ વેન્ટીલેટરો માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. બુધવાર સાંજ સુધી ૫૪૬ કોલ ફરિયાદ સ્વરૂપે મળેલ છે. જેમાં પુરતુ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા રાજ્યના સરકારી અને પ્રાઇવેટ ડોકટરો સાથે સતત સંપર્કમાં રહ્યા છે. 

ભારત સરકાર દ્વારા કોરોના વાઇરસ નાબુદ કરવા માટે જરૂરી કીટો આપવામાં આવી રહી છે. તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૧લી એપ્રિલથી મધ્યપ્રદેશમાં ગુજરાતના ૩૦૦ સ્ટુડન્ટ મેડિકલ ઇન્ટરશીપ માટે (ફરજીયાત મુકામી સેવા) જવાના હતા પરંતુ આંતરરાજ્ય પ્રવાસ બંધ કરવામાં આવ્યા છે તેથી આ સ્ટુડન્ટો ઇન્ટરર્નશીપ ગુજરાત મેડિકલ કોલેજમાં કરી શકશે તેને નિયમિત ગણવામાં આવશે. જેથી ડોકટરી લાઇનમાં આગળ વધવા માંગતા સ્ટુડન્ટોને અન્યાય ન થાય. સરકાર દ્વારા સતત તકેદારી રાખવાથી અને ડોકટર, નર્સ વગેરે સહયોગી કામ કરતા લોકો દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં એક પણ નવો કેસ મળેલ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here