કર્ણાટકમાં રાજકીય સંકટ યથાવત્ઃ 16મી જુલાઈ સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

0
1035


કર્ણાટકમાં રાજકીય સંકટના પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે આજે 16 જુલાી સુધી યથાવત સ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અંતુષ્ટ વિધાનસભ્યોના રાજનામા અંગે નિર્ણય કરવા માટે 16 જુલાી સુધીનો સમય આપ્યો છે.સર્વોચ્ચ અદાલત પણ એ જ દિવસે કેસની સુનાવણી હાથ ધરશે. અદાલતમાં સુનાવણી દરમિયાન મુકુલ રોહતગી એ અસંતુષ્ટ વિધાનસભ્યો તરફથી અને અભિષેક મનુ સિંઘવીએ સપીકર તરફથી રજૂઆત કરી હતી. મુકુલ રોહતગીે અદાલતને જણાવ્યું હતું કે, હજુ સુધી સ્પીકરે ધારાસભ્યોના રાજીનામા બાબત કોઈ નિર્ણય લીધો નથી. હકીકતમાં સ્પીકર બે અશ્વો પર સવારી કરી રહ્યા છે.  કર્ણાટક વિધાનસભાના સ્પીકરે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ તેમને આદેશ આપી શકે નહિ, તો બીજી બાજુ સપીકર એવીપણ દલીલ કરી રહ્યા છેકે, રાજીનામા બાબત નિર્ણય લેવા માટે તેમને વધુ સમયની જરૂર છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here