રામ- જન્મભૂમિ -બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ અંગેની પિટિશનની સુુનાવણી સુપ્રીમ કોર્ટ આગામી 4 જાન્યુઆરીના કરશે.

0
883

આગામી 4 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટમાં રામ- જન્મભૂમિ – બાબરી મસ્જિદ  જમીન વિવાદ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ રંજન ગોગોઈ અને જસ્ટિસ એસ કે કૌલની  ખંડપીઠ સમક્ષ આ કેસ સૂચિબધ્ધ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે કદાચ 3 ન્યાયાધીશોની ખંડપીઠની રચના કરીને આ કેસની સુનાવણી કરવામાં આવશે એમ મનાય છે.  આની અગાઉ 2010માં અલ્હાબાદની હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં રામ-જન્મભૂમિની વિવાદાસ્પદ જમીન ( આશરો 2.77 એકર) ત્રણ પક્ષકારોમાં વહેંચી દેવામાં આવી હતી. આ 3 પક્ષકારોમાં સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાનો સમાવેશ થતો હતો. પરંતુ હાઈકોર્ટના આ નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here