કાશ્મીરના મુદે્ સંયુક્ત બયાન જારી કરનારા ચીન અને પાકિસ્તાનને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા સણસણતો જવાબ …

0
913

                     કાશ્મીરના મામલે ચીન- પાકિસ્તાને સંયુક્ત નિવેદન જારી કર્યું હતું, જેને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા યોગ્ય અને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. કાશ્મીર વિષયક ઉપરોક્ત બન્ને દેશોના સંયુક્ત નિવેદનને ભારત નિરર્થક ગણાવીને રદ કર્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે બન્ને દેશોને પીઓકેમાં બની રહેલા ચીન- પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર સંબંધિત તમામ કામકાજને બંધ કરવાની ચેતવણી આપી હતી. ભારત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પીઓકેના વિસ્તારમાં બહારના કોઈ પણ દેશ દ્વારા કરવામાં આવતી દરેક પ્રવૃત્તિનો ભારત વિરોધ કરે છે. 

    ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રીશ કુમારના જણાવ્યા અનુસાર, હાલમાં ચીનના વિદેશપ્રધાને પાકિસ્તાનની મુલાકાત લીધી તે દરમિયાન જમ્મુ- કાશ્મીરના મુદે્ તેમણે પાકિસ્તાન સાથે મળીને જાહેર કરેલું સંયુક્ત નિવેદન ભારત નકારે છે. જમ્મુ- કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. પીઓકેના વિસ્તારમાં બની રહેલા ચીન- પાકિસ્તાન કોરિડોરનો ભારતે સતત વિરોધ કર્યો છે. જે ભારતની સરહદનો વિસ્તાર છે. 1947ના સમયગાળામાં પાકિસ્તાને હુમલો કરીને ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો હતો