રાજસ્થાન રાજકારણમાં સમસ્યાઓનું ‘સન્માન’ સાથે સમાધાન : પાયલટની કોંગ્રેસમાં વાપસી

 

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સચિન પાયલટ સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત સકારાત્મક રીતે પૂર્ણ થઈ હતી અને સચિનની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ ચૂકી છે જો કે સચિનને પોતાના ઉપ મુખ્યમંત્રી પદ પરત મળશે કે નહીં તેના પર માહિતી મળી નથી, પરંતુ આ મુલાકાતમાં સચિન પાયલટનાં તમામ સમસ્યાઓનું સમાધાન કોંગ્રેસ દ્વારા થશે એ વાયદાઓ સાથે સચિન માની ગયો છે અને સચિન પાયલટ કોંગ્રેસમાં કોઈ મોટા પદ પર નજરે પડી શકે છે.

ગેહલોત સરકારે રાજ્યપાલ કલરાજ મિશ્ર પાસે વિધાનસભા સત્ર શરૂ કરવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યા હતા અને તેમણે ૧૪ ઓગસ્ટે વિધાનસભા સત્ર શરૂ કરવાની મંજૂરી આપી હતી. એવામાં સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યો સાથે થયેલ મુલાકાત બાદ કહી શકાય કે કોંગ્રેસને હવે સરકાર પડી જવાનો ભય સમાપ્ત થઈ ગયો છે. 

સચિન પાયલટે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બળવો કર્યો હતો જેથી કોંગ્રેસ પાર્ટી હચમચી ગઈ હતી જો કે એક તરફ આ બળવો કોંગ્રેસ સાથે પણ કર્યો હતો કહી શકાય. સચિન પાયલટનાં બળવા બાદ પાર્ટીએ સચિનને મનાવવાના તમામ કોશિશો કર્યા પરંતુ સચિન પાયલટે સતત કોંગ્રેસની અપીલો નકારતા રહ્યા અને અંતે પાર્ટીએ તેમની હકાલપટ્ટી કરી હતી અને ઉપ મુખ્યમંત્રી પદ અને પ્રદેશ અધ્યક્ષ પદેથી બેદખલ કરી દીધા હતા. પાર્ટીને પાડવાનું કાવતરું ઘડવા અને હોર્સ ટ્રેડિંગ મામલે તેમને અયોગ્યતાની નોટિસો મોકલી હતી ત્યાર બાદ પાટલટને કોર્ટ તરફથી રાહત મળી હતી.

જો કે હવે સચિન પાયલટની હાઈકમાન્ડ સાથે મુલાકાત બાદ સકારાત્મક પરિણામો આવ્યા છે તેવું કહી શકાય છે, પરંતુ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે થયેલી રસાકસીનો અંત આવશે કે શું તે સમય જ નક્કી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here