ટ્રમ્પ વહીવટી તંત્રએ H1B વિઝાના કેટલાક નિયમોમાં રાહતની ઘોષણા

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે મોટા સમાચાર આવ્યા છે. યુએસ ટ્રમ્પ વહીવટીતંત્રે એચ ૧ બી વિઝાના કેટલાક નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, જો અમેરિકામાં કામ કરતી કંપની કોઈ વિદેશી વ્યક્તિને નોકરી આપવા માંગે છે, તો કર્મચારી ફક્ત ણ્૧ગ્ વિઝાથી અમેરિકાની કંપનીમાં કામ કરી શકે છે. ભારતથી મોટી સંખ્યામાં આઇટી પ્રોફેશનલ્સ H1B વિઝા લઈને અમેરિકામાં નોકરી કરવા જાય છે.

વિઝા નિયમો પરના પ્રતિબંધોમાં છૂટછાટ, ખાસ કરીને તે લોકો માટે ફાયદો કરશે જેમણે વિઝા પ્રતિબંધને લીધે નોકરી છોડી યુ.એસ.થી ચાલ્યા ગયા હતા. જો તે લોકો તેમની જૂની નોકરીઓ પર પાછા ફરે છે, તો આ છૂટનો લાભ મેળવી શકે છે. ણ્૧ગ્ વિઝા ૩ વર્ષ માટે આપવામાં આવે છે જે મહત્તમ ૬ વર્ષ સુધી લંબાવી શકાય છે.

ણ્૧ગ્ વિઝાની મુદત પૂરી થયા બાદ અરજદારોએ યુ.એસ.માં નાગરિકત્વ માટે અરજી કરવાની રહેશે. આ માટે, અરજદારને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. જો અરજદારને H1B વિઝાની મુદત પૂરી થયા પછી ગ્રીનકાર્ડ નથી મળતું, તો તેમણે આગામી એક વર્ષ યુ.એસ.ની બહાર રહેવું પડશે અને એક વર્ષ પછી ફરીથી એચ.વન.બી. વિઝા માટે અરજી કરવી પડશે.

H1B વિઝાના નિયમોમાં રાહત

યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, આ લોકોમાં વિઝા ધારકની પત્ની અને બાળકોને પણ તેમની સાથે યુ.એસ. મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટના એડવાઇઝરે જણાવ્યું હતું કે, કોઈ પણ અરજદાર યુ.એસ.માં તેમની જૂની કંપનીમાં નોકરી માટે અરજી કરશે, તો તેમને ણ્૧ગ્ વિઝાની કેટલીક શરતો હેઠળ રાહત આપી શકાય છે.

ટ્રમ્પ વહીવટીતંત્રએ તકનીકી નિષ્ણાતો, વરિષ્ઠ સ્તરના સંચાલકો અને H1B વિઝા ધરાવતા અન્ય કર્મચારીઓને પણ મુસાફરીની મંજૂરી આપી છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું કે, અમેરિકાની તાત્કાલિક અને સતત આર્થિક સુધારણાની સુવિધા માટે તેમનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

H1B વિઝાના ફાયદા શું છે?

તેનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈપણ વિદેશી તેના માટે અરજી કરી શકે છે. આ વિઝા હેઠળ વિઝા ધારક તેના બાળકો અને પતિ/પત્નીને અમેરિકા લાવી શકે છે. તેઓ પણ યુ.એસ.માં વિઝા ધારકના વિઝા પિરિયડ જેટલા વર્ષો સુધી રહી શકે છે. આ વિઝા પછી, વ્યક્તિ કાયમી નાગરિકતા માટે અરજી કરી શકે છે. આનું સૌથી મોટું આકર્ષણ એ છે કે આ વિઝા માટે વધારે આવશ્યકતાઓ નથી, ફક્ત બેચલર ડિગ્રી અને અમેરિકામાં કાર્યરત કંપનીનું ઓફર લેટર આ માટે જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here