રાજયસભાની 11 બેઠકો માટે આગામી નવમી નવેમ્બરે મતદાન યોજાશે 

 

       

      ચૂંટણી પંચે રાજ્યસભાની 11 બેઠકો માટેની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ઉત્તરપ્રદેશની 10 બેઠકો અને ઉત્તરાખંડની એક બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ તમામ બેઠકો માટે 27મી ઓકટોબરે ઉમેદવારી માટેનું ફોર્મ ભરાશે અને નવમી નવેમ્બરે મતદાન કરવામાં આવશે . ચૂંટણીનું પરિણામ 11 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 25મી નવેમ્બરે ઉત્તરપ્રદેશના 10 રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. જેમાં સૌથી વધારે સભ્યો સમાજવાદી પક્ષના છે. ઉત્તરાખંડથી રાજ્યસભાના સાંસદ અભિનેતા રાજ બબ્બરનો કાર્યકાળ પણ સમાપ્ત થવાનો છે. 

  ઉત્તપ્રદેશની વર્તમાન વિધાનસભામાં હાલ 395 સભ્યો છે, અને 8 સભ્યોની બેઠકો ખાલી છે. જેમાંથી સાત બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. ઉત્તરપ્રદેશની વિધાનસભામાં હાલમાં ભાજપના 306 ધારાસભ્યો છે, જયારે 9 અપના દલના અને 3 નિર્દલીય સભ્યોનું ભાજપ સરકારને  સમર્થન મળ્યું છે. સમાજવાદી પક્ષના 48, કોંગ્રેસના 7, બસપાના 18 , ઓમપ્રકાશ રાજભર પાર્ટીના 4 વિધાનસભ્યો છે. હાલમાં રાજ્યસભામાં કુલ 245 સભ્યો છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએપાસે 100થી વધુ સભ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here