જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

માનસિક બેચેની કે નિરાશાઓ દૂર થતાં આનંદ અનુભવી શકશો. પરિણામે શારીરિક – માનસિક સ્વાથ્ય પણ સુધરવા પામશે. નાણાભીડ-આર્થિક સંકટમાંથી ઊગરી જશો. આવકવૃદ્ધિનો યોગ પણ નકારી શકાય તેમ નથી. અટવાયેલા લાભો સુલભ બનતાં વિશેષ આનંદ માણી શકશો. કોઈ મૂડીરોકાણ લાભપ્રદ બની રહે તો પણ નવાઈ નહિ! તા. ૧૪, ૧૫, ૧૬ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯ સામાન્ય દિવસ. તા. ૨૦ શુભ સમાચાર મળે.

વૃષભ (બ.વ.ઉ.)

પ્રગતિકારક અને આશાસ્પદ વર્તમાનમાંથી આપ પસાર થઈ રહ્યા છો. આપના સઘળા પ્રયત્નો ફળદાયી બનતાં વિશેષ આનંદની અનુભૂતિનો આસ્વાદ આપને માટે સુલભ જણાય છે. આપના આયોજનો આડેના અંતરાયો અદશ્ય થશે. નોકરિયાત વર્ગને ગૂંચવાયેલા પ્રશ્નો હલ થતાં હાશકારો થશે. તા. ૧૪, ૧૫, ૧૬ પ્રગતિકારક રચના થાય. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯ બપોર પછી રાહત થાય. તા. ૨૦ સામાન્ય દિવસ.

(ક.છ.ઘ.)

આર્થિક બાબતોમાં સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નાણાભીડ સમસ્યારૂપ જણાશે. વ્યર્થ ખર્ચ પર સભાનપણે અંકુશ રાખવો રહ્યો. નોકરિયાત વર્ગ ઊભા થયેલા અંતરાયોને ઓળંગી શકશે. મહત્ત્વની વ્યક્તિ લાભકારી બની રહેશે. વેપાર-ધંધાની કામગીરીમાં વિલંબ છતાંય વિશેષ સફળતા મળશે. તા. ૧૪, ૧૫, ૧૬ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૧૭, ૧૮ પ્રગતિકારક રચના થાય. તા. ૧૯ લાભ થાય. તા. ૨૦ બપોર પછી રાહત થાય.

કર્ક (ડ.હ.)

ઉપસ્થિત – સંભવિત મુશ્કેલીઓ આપની મૂંઝવણને વધારશે. આવશ્યક અર્થ ઉપાર્જન વિલંબિત થતાં આપની પરિસ્થિતિ વિકટ ન બને તે જોવું રહ્યું. ધંધાકીય બાબતોમાં એકંદરે રાહત જણાશે. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે. બઢતીનો લાભ મળી શકે તેમ છે. ગૃહજીવનમાં એકંદરે એકતા-સંવાદિતા સ્થાપિત રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય વિશેષ શુભ જણાય છે. તા. ૧૪, ૧૫, ૧૬ દરેક રીતે સંભાળવું. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯, ૨૦ સામાન્ય દિવસો ગણાય.

સિંહ (મ.ટ.).

મહત્ત્વના શુભ સંકેતો સાકાર થતા જોવા મળશે. આપની આયોજિત યોજનાઓ સફળતાના આરે લઈ જશે. પ્રગતિ થશે. નોકરિયાત વર્ગ માટે સ્થાનફેરના યોગો – યોગકારક બનતા જણાય છે. ઉપસ્થિત વિશેષ ખર્ચના પ્રસંગોને પહોંચી વળશે. દામ્પત્યજીવનમાં માન-મોભો અને મર્યાદા જાળવી લાગણીઓનો ખ્યાલ રાખી સહનશીલતા કેળવવી અનિવાર્ય બની રહેશે. તા. ૧૪, ૧૫, ૧૬ સફળ દિવસો. તા. ૧૭, ૧૮ લાભ. તા. ૧૯, ૨૦ મિશ્ર દિવસ.

કન્યા (પ.ઠ.ણ.).

સર્વત્રા – સર્વાગ સંપૂર્ણ શુભ સંકેતોનો સથવારો આપને પ્રફુલ્લિત રાખશે. ઉત્સાહનો સફળ સંચાર સુખદ બની રહેશે. આર્થિક ઉપાર્જન યથાવત્ ચાલુ રહેશે. નોકરિયાત વર્ગને સમય વિશેષ સાનુકૂળ જણાય છે. ધંધામાં વિકાસવૃદ્ધિ દષ્ટિગોચર થશે. દામ્પત્યજીવનમાં મધુરતા-સંવાદિતાભર્યું વાતાવરણ. તા. ૧૪, ૧૫, ૧૬ આનંદમય દિવસો જાય. તા. ૧૭, ૧૮ આર્થિક લાભ થઈ શકે. તા. ૧૯ સામાન્ય દિવસ ગણાય. તા. ૨૦ બપોર પછી રાહત થાય.

તુલા

(ર.ત.).

સ્થિતિ – પરિસ્થિતિ સાનુકૂળ અને સમસ્યાઓને હલ કરનાર નીવડશે. આર્થિક વિટંબણાઓ ભલે ચાલુ રહેવા પામે છતાં તે દિશાસૂચક બનશે. અગત્યનાં કામો અટવાય તેમ નથી. નાણાકીય સહાય સુલભ બનશે. નોકરિયાત વર્ગ વિશેષ આનંદની અનુભૂતિ માણી શકશે. ધંધાકીય પ્રશ્નો ઉકેલાતાં ઉમંગ વધશે. વિરોધીઓનો વંટોળ શમી જશે. તા. ૧૪, ૧૫ સફળતા મળે. તા. ૧૬, ૧૭, ૧૮ આનંદમય દિવસો ગણાય. તા. ૧૯ સામાન્ય દિવસ. તા. ૨૦ લાભ થાય.

વૃશ્ચિક (ન.ય.).

આપના અંગત પ્રશ્નો હવે ઉકેલી શકશો. મહત્ત્વની કામગીરી સફળ થતી જોવા મળશે. હિતશત્રુઓથી સંભાળવું હિતાવહ જણાય છે. આર્થિક સ્થિતિ પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળશે. વધારાનું આર્થિક ઉપાર્જન પણ સુલભ જણાય છે. સંભવિત ખર્ચાઓ અંગે જરૂરી થઈ શકશે. તા. ૧૪, ૧૫, ૧૬ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯ રચનાત્મક કાર્ય થઈ શકે. તા. ૨૦ શુભ દિવસ ગણાય.

ધન (ભ.ધ.ફ.ઢ.).

પ્રવર્તિત ગ્રહો અનુસારસફળતા-વિકાસની તકો સુલભ બનશે, બીજી તરફ નજીવા અંતરાયો આપનાં અરમાનોને અવરોધશે. આર્થિક લાભાલાભની દૃષ્ટિએ મધ્યમ રહેશે. આવકની સામે જાવક જોર પકડશે તે સિવાય પારિવારિક પ્રશ્નોમાં દામ્પત્યજીવનમાં વિશેષ શાંતિ સંવાદિતા થશે. સપ્તાહના અંત ભાગમાં વડીલોની તબિયત સાચવવીતા. ૧૪, ૧૫, ૧૬ મધ્યમ દિવસો ગણાય. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯, ૨૦દરેક કાર્ય સંભાળીને કરવું.

મકર (ખ.જ.)

આપની મૂંઝવણના પ્રશ્નો પતી જતાં માનસિક રાહત સાથે સ્વસ્થતા સાંપડશે. નાણાકીય પ્રતિકૂળતા હોવા છતાંય કેટલાંક અગત્યનાં નાણાંકીય પ્રતિકૂળતા હોવા છતાંય કેટલાંક અગત્યનાં નાણાંકીય કાર્યો સરળતાથી પૂર્ણ થતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. મકાન-સંપત્તિ કે વાહન વિષયક પ્રશ્નોનો સુખદ ઉકેલ મળી શકે તેમ છે. નોકરી-ધંધામાં દરેક રીતે સાચવવું. તા. ૧૪, ૧૫, ૧૬ સફળતા મળે. તા. ૧૭, ૧૮ શુભ દિવસો. તા. ૧૯ સામાન્ય દિવસ. તા. ૨૦ બપોર પછી રાહત થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

આનંદ-ઉલ્લાસભર્યો આ સમયગાળો આપને સર્વ પ્રકારે શાંતિનો સંદેશ આપશે. નાણાકીય બાબતોમાં પણ રાહત જણાય તેમ છે. જાવકની સામે આવકનો પ્રવાહ પર્યાપ્ત જણાશે. નોકરિયાત વર્ગ માટે ઉન્નતિની તકો ઊભી થઈ શકશે તે સિવાય મકાન વાહનની બાબતોનાં સંદર્ભમાં સાનુકૂળતા રહેશે. તા. ૧૪, ૧૫, ૧૬ આનંદપ્રદ દિવસો ગણાય. તા. ૧૭, ૧૮ લાભ થાય. તા. ૧૯ બપોર પછી રાહત થાય. તા. ૨૦ શુભ દિવસ ગણાય.

મીન (દ.ચ.ઝ.થ)

સપ્તાહના પ્રારંભિક તબક્કામાં ઉચાટ, ઉદ્વેગનું આવરણ ઊભું થવાની શક્યતાઓ જણાય છે. જેમ જેમ સમય વીતશે તેમ તેમ પ્રતિકૂળતાઓમાંથી મુક્ત થવાનો માર્ગ જોવા મળશે. મકાન, જમીનને લગતા પ્રશ્નો અંગે હજી સમય પ્રતિકૂળ સમજવો. વિવાહ-ઇચ્છુકો માટે સમય શુભ જણાય છે. તા. ૧૪, ૧૫, ૧૬ દરેક રીતે સંભાળવું જરૂરી છે. તા. ૧૭, ૧૮ પ્રગતિકારક રચના થાય. તા. ૧૯, ૨૦ શુભ દિવસો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here