મુંબઈ પાસે સમુદ્રમાંથી ત્રણ બાર્જ, એક ઓઈલ રિગના ૭૦૭ જણમાંથી ૩૧૪ ઉગારાયા

 

મુંબઈઃ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં વાવાઝોડા સાથે આવેલા ભારે વરસાદથી ત્રણ બાર્જ અને એક ઓઈલ રિગને ભારે નુકસાન થતાં મોટી જાનહાનિનો ભય ઊભો થયો હતો. આ ત્રણ બાર્જ અને એક ઓઈલ રિગ પર ૭૦૭ જણ હતા, પરંતુ તેમાંથી ૩૧૪ જણને ઉગારી લેવાયા હતા જ્યારે બાકીનાની શોધખોળ ચાલુ છે.

બાર્જ જીએએલ કન્સ્ટ્રક્ટર પરના તમામ ૧૩૭, બાર્જ પી૩૦૫ પરના ૨૭૩માંથી ૧૭૭ એમ કુલ મળીને ૩૧૪ જણને ઉગારી લેવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ કહ્યું હતું. બાર્જ એસએસ-૩ પરના ૧૯૬ જણ હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચલાવવામાં આવી રહી છે. વાવાઝોડાંને પગલે મુંબઈના દરિયામાં સપડાયેલા ત્રણ બાર્જ અને એક ઓઈલ રિગના ૭૦૦ કરતાં પણ વધુ લોકોને ઉગારી લેવા નૌકાદળના જહાજ, ટગ બોટ અને રેસ્કયૂ શિપને સેવામાં જોતરવામાં આવ્યા હતા.

પી-૩૦૫ બાર્જ પર ૨૭૩, કાર્ગો બાર્જ જીએએલ ક્નસ્ટ્રક્ટર પર ૧૩૭, એસએસ-૩ બાર્જ પર ૧૯૬ અને ઓએનજીસીની સાગર ભૂષણ રિગ પર ૧૦૧ જણ હતા. બાર્જ અને રિગમાં ફસાયેલા લોકોને ઉગારી લેવા ભારતીય નૌકાદળના આઈએનએસ કોચી અને આઈએનએસ કોલકાતા ઉપરાંત કોસ્ટગાર્ડ જહાજ આઈસીજી સમર્થ, ટગ બોટને કામે લગાડવામાં આવ્યા હતા. મુંબઈના કોલોબાની ઉત્તરે અંદાજે ૪૮ નોટિકલ માઈલ દૂર સુધી તણાઈ ગયેલા બાર્જ ગેલ કન્સ્ટ્રક્ટર પર સવાર તમામ ૧૩૭ જણને ઉગારી લેવામાં આવ્યા હતા.

પી-૩૦૫ બાર્જ પર સવાર લોકોમાંથી અત્યાર સુધીમાં ૧૮૨ જણને ઉગારી લેવામાં આવ્યા છે અને બાકીનાને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે, એમ અધિકારીઓએ કહ્યું હતું. બાર્જ એસએસ-૩ પરના તમામ લોકોને પણ સુરક્ષિત રીતે ઉગારી લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ભારતીય નૌકાદળે મંગળવારે સવારે પી-૮૧ લોન્ગ રેન્જ મલ્ટિમિશન મેરિટાઈમ પેટ્રોલ અૅરક્રાફ્ટને સર્ચ ઑપરેશન અને બચાવ કામગીરીમાં જોતર્યા હતા. નૌકાદળનું આઈએનએસ તલવાર જહાજ ઓઈલ રિગ સાગર ભૂષણ અને બાર્જ એસએસ-૩ની સહાયતા માટે ગયા હતા. ઓઈલ રિગ સાગર ભૂષણ અને બાર્જ એસએસ-૩ બંને પીપાવાવ બંદરથી ૫૦ નોટિકલ માઈલ અને મુંબઈ નજીક આવેલા ન્હાવા શેવા બંદરથી ૧૫૨ નોટિકલ માઈલ જેટલા દૂર સુધી તણાઈ ગયા હતા. દરમિયાન, બાર્જ જીએએલ કન્સ્ટ્રક્ટર પરના તમામ ૧૩૭, બાર્જ પી૩૦૫ પરના ૨૭૩માંથી ૧૭૭ જણને ઉગારી લેવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ કહ્યું હતું. દમણસ્થિત કોસ્ટગાર્ડ અૅર સ્ટેશનેથી બે ચેતક હેલિકોપ્ટરને પણ બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. અગાઉ, બોમ્બે હાઈ વિસ્તારસ્થિત હીરા ઓઈલ ફિલ્ડ ખાતેતી ૨૭૩ જણ સાથેનું બાર્જ પી.૩૦૫ તણાઈ જતાં મદદ માટેની વિનંતીનો સંદેશો મળ્યા બાદ સોમવારે નૌકાદળના જહાજને બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યું હતું. સોમવારે રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં બાર્જ પરના ૬૦ જણને તેમ જ બાકીનાને મંગળવારે બપોરે ઉગારી લેવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. 

સરકાર સંચાલિત ઓએનજીસીએ સોમવારે કહ્યું હતું કે વાવાઝોડાંને કારણે બાર્જ જી-૩૦૫ એન્કરથી છૂટું પડીને તણાવા લાગ્યું હતું. ઓએનજીસી રિગ ખાતે પી-૩૦૫ સહિત બે બાર્જ ગોઠવવામાં આવ્યા હતા. કમનસીબે શક્તિશાળી વાવાઝોડાંને કારણે બંને બાર્જ એન્કર  તોડીને પાણીમાં તણાઈ ગયાં  હતાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here