ગુજરાતની વધુ એક કંપની કોરોનાની દવા લાવવાની તૈયારીમાં

 

વડોદરાઃ ગુજરાતની વધુ એક કંપની માર્કેટમાં કોરોનોની દવા લાવવાની તૈયારીમાં છે. વડોદરાની એલેમ્બિક ગ્રુપની રીઝેન કંપનીને કોરોનાની ઓરલ ડ્રગનાં ટ્રાયલની મંજૂરી મળી છે. યુએસ જ્ઝ઼ખ્ની દેખરેખ હેઠળ અમેરિકામાં તેનું હ્યુમન ટ્રાયલ થશે. પરંતુ વડોદરામાં જ એલેમ્બિક કંપનીમાં દવા બનાવાશે. પહેલા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ સફળ થશે તો કોરોનાની દવા પણ માર્કેટમાં આવી જશે. 

વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સની એસોસિયેટ કંપની રિઝેન ફાર્માસ્યુટિકલને અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા હ્યુમન ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. આ ઓરલ દવાની ટ્રાયલ અમેરિકામાં થશે. એલેમ્બિક કંપનીની આ એસોસિયેટ કંપની સ્વંયસેવકો પર ટ્રાયલ કરશે. 

કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આ નવી ડ્રગ પહેલાની શ્લ્ જ્ઝ઼ખ્ પહેલાની ચર્ચા-વિચારણા દરમિયાન પણ જ્ઝ઼ખ્એ હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા. પ્રિ-ક્લિનિક અભ્યાસોમાં તે સલામત અને આડઅસર વિનાની હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ટ્રાયલ માટે બનાવવામાં આવેલી ડ્રગ વડોદરાની એલેમ્બિક કંપનીમાં જ તૈયાર થઈ છે. જોકે, કંપની આ ડ્રગ માર્કેટમાં જલ્દી જ લાવે તેવી શક્યતા છે. રાઈઝેનના ડ્રગની ટ્રાયલ ડિસેમ્બરમાં જ શરૂ થઈ જશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ એક ઓરલ એન્ટી વાયરલ ડ્રગ છે. જેનું ક્લિનિકલ ટ્રાયલ અમેરિકામાં શરૂ થશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ પૂણેના સીરમ ઈનિ્સ્ટટ્યુટ ઓફ ઈન્ડિયા, હૈદરાબાદના ભારત બાયોટેક અને અમદાવાદની કેડિલા હેલ્થકેરમાં બની રહેલી વેક્સિનનો અંદાજ મેળવવા ત્રણેય શહેરોની મુલાકાત લીધી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here