મિલિટરી પોલીસમાં હવે 20 ટકા મહિલાઓની ભરતી કરવામાં આવશે – સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ

0
808

સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, હવેથી સૈન્ય પોલીસદળમાં 20 ટકા મહિલાઓની ભરતી કરવામાં આવશે. મહિલાઓને પર્સનલ બિલો ઓફિસર રેન્ક (પીબીઓઆર) હેઠળ મિલિટરીમાં ભરતી કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કરી લીધું છે. આપણા લશ્કરી દળોમાં મહિલાઓને યોગ્ય અને પૂરતું પ્રતિનિધિત્વ મળે એ હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો. સંરક્ષણપ્રધાન નિર્મલા સીતા રમણના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યો છે. 2018માં ભારતીય લશ્કરના વડા જનરલ બિપીન રાવતે કહ્યું હતું કે, મિલિટ્રી પોલીસદળમાં મહિલાઓને દાખલ કરવામાં આવશે. હાલમાં મહિલાઓ સૈન્યની મેડિકલ, કાનૂની, શૈક્ષણિક તેમજ સિગ્નલ અને ઈજનેરી શાખાઓમાં જ પોતાની સેવાઓ આપી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here