‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના હેઠળ વિવિધ રાજ્યોમાં થયેલ શ્રેષ્ઠ પ્રયાસોના આદાન-પ્રદાન

 

ગાંધીનગર: ગાંધીનગર ગિટ સિટીમાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના હેઠળ વિવિધ રાજ્યોમાં થયેલા શ્રેષ્ઠ પ્રયાસોના આદાન-પ્રદાન માટે બે દિવસીય નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મહિલા કલ્યાણ-મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નેશનલ કોન્કલેવમાં વિવિધ રાજ્યોના સચિવો અને અધિકારીઓ તેમના રાજ્યમાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ માટે થયેલા શ્રેષ્ઠ પ્રયાસો, અમલીકરણ ડિઝાઇન, પડકારો, સીમાચિહ્નો અને આંતરિક મૂલ્યાંકન પદ્ધતિઓ અંગે પોતાના વિચારો રજૂ કરશે.

નેશનલ કોન્કલેવનો શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે. કે. નિરાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓના વિકાસ માટે શ‚ કરેલા આ અભિયાન હેઠળ દરેક રાજ્યમાં મહિલા ઉત્કર્ષ માટે કેટલીક વિશેષ પહેલ કરવામાં આવી છે. આવી વિશેષ પહેલથી સૌ અવગત થાય અને બીજા રાજ્યો પણ નવતર પહેલને અપનાવે તો દેશભરની મહિલાઓનો સમાન વિકાસ થશે અને દેશના વિકાસમાં પણ મહિલાઓનું યોગદાન વધશે.

વધુમાં તેમણે  જણાવ્યું હતું કે, બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ દરેક રાજ્યમાં કેટલાક શ્રેષ્ઠ અને યુનિક કામ થયા છે, પરંતુ ઘણા રાજ્યો એક-બીજાથી અજાણ હોય છે. આવા રાજ્યો વચ્ચેના કોમ્યુનીકેશન ગેપને પૂરવામાં આ કોન્ક્લેવ મહત્વપૂર્ણ પૂરવાર થશે. એક-બીજાથી શીખીને બધા જ રાજ્યો સાથે મળીને મહિલા વિકાસ માટે શ્રેષ્ઠ કામ કરી શકે છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે મહિલા કલ્યાણ વિભાગના નિયામક પુષ્પલતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દીકરીઓ અને મહિલાઓના વિકાસ માટે અનેકવિધ નવતર પહેલો કરવામાં આવી છે. કેટલીક વિશેષ પહેલોના ભાગ‚પે તેમના માટે નવી યોજનાઓ પણ અમલી બનાવવામાં આવી છે. જેનું મુખ્ય કારણ એ છે કે, ગુજરાતે હંમેશા સફળ પ્રયાસો, અનુભવો અને યુનિક કાર્યોમાંથી પ્રેરણા લઈને મહિલા વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરવાની કાર્યપદ્ધતિ અપનાવી છે. આ પ્રસંગે યુનિસેફ ગુજરાતના ચીફ ફિલ્ડ ઓફિસર પ્રશાંત દાસે જણાવ્યું કે, બેટી બચાઓ બેટી પઢાઓ એક યોજના નહિ, પણ દેશમાં સમાનતા લાવવા માટેનું એક માધ્યમ છે. આ બે દિવસીય કોન્કલેવમાં શું નવું કરી શકીએ? તેના પર વિચાર કરવા તેમજ શું નવું કર્યું? તે સૌની સમક્ષ રજૂ કરવા તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

નેશનલ કોન્કલેવના શુભારંભ પ્રસંગે સીઆઇડી ક્રાઈમ-મહિલા સેલના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ પરીક્ષિતા રાઠોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત સચિવ પી. બી. પંડ્યા, મહિલા કલ્યાણ વિભાગના ડેપ્યુટી કમિશનર કુમુદ યાજ્ઞિક સહિત વિવિધ રાજ્યો અને જિલ્લાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here