ઈતિહાસમાં પહેલીવાર ભારતનાં રાષ્ટ્રપતિનું ગુજરાત વિધાનસભામાં સંબોધન

 

ગાંધીનગર : ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું આજે  ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના સ્પીકર નીમાબહેન આચાર્ય અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિએ ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે લોકશાહીમાં જનપ્રતિનિધિઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. વિધાનસભાના સભ્યો તેમના મતવિસ્તાર અને રાજ્યના લોકોના પ્રતિનિધિઓ છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે લોકો તેમને પોતાના ભાગ્યનિર્માતા માને છે. તેમની સાથે લોકોની આશાઓ અને આકાંક્ષાઓ જોડાયેલી છે.

રાષ્ટ્રપતિ એવા સમયે ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા જ્યારે ભારત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ વાતને ટાંકીને રાષ્ટ્રપતિએ કહ્યું કે આઝાદી અને તેના અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે ગુજરાત કરતાં વધુ સારી જગ્યા કોઈ નથી. ગુજરાતના લોકો સ્વતંત્ર ભારતની કલ્પના કરવામાં અગ્રેસર હતા. ૧૯મી સદીના છેલ્લા દાયકાઓમાં દાદાભાઈ નવરોજી અને ફિરોઝ શાહ મહેતા જેવી હસ્તીઓએ ભારતીયોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો. સ્વતંત્રતાના આ સંઘર્ષને ગુજરાતના લોકોનો સતત સહકાર મળ્યો હતો  અને આખરે મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ તે ભારતની આઝાદીમાં પરિણમ્યો. 

રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું કે મહાત્મા ગાંધીએ ભારતના સ્વાતંર્ત્ય સંગ્રામને માત્ર નેતૃત્વ પૂરું પાડ્યું ન હતું, પરંતુ સમગ્ર વિશ્વને એક નવો રસ્તો, નવી વિચારસરણી અને નવી ફિલસૂફી પણ બતાવી હતી. આજે જ્યારે પણ દુનિયામાં કોઈપણ પ્રકારની હસિાં થાય છે ત્યારે બાપુના સૂત્ર ઁઅહસિાંઁનું મહત્વ આપણને સમજાય છે. 

રાષ્ટ્રપતિએ કહ્યું કે સરદાર પટેલે સ્વતંત્ર ભારતને તેનું એકીકૃત સ્વરૂપ આપ્યું અને વહીવટનો પાયો મજબૂત કર્યો. નર્મદા કિનારે તેમની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી ંચી પ્રતિમા છે, તે તેમની સ્મૃતિમાં કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી માત્ર એક નાનકડી ભેટ છે. ભારતના લોકોના હૃદયમાં તેમનુંકદ તેનાથી પણ વધારે ઊંચુંછે.

વધુમાં, રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ગુજરાતે રાજકારણ ઉપરાંત સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. નરસિંહ મહેતાની આ ભૂમિ પર આધ્યાત્મિકતાનો ઘણો પ્રભાવ રહ્યો છે. તેમનું ભજન ૅવૈષ્ણવ જન તો તને કહીયે, જે પીડ પરાય જાણે રેૅ આપણા સ્વાતંર્ત્ય સંગ્રામનું ગીત બની ગયું. તેણે ભારતીય સંસ્કૃતિના માનવતાવાદનો પણ પ્રસાર કર્યો હતો. 

વર્ષ ૧૯૬૦માં રાજ્યની સ્થાપના થયા બાદગુજરાત ઔદ્યોગિક એકમો અને નવીનીકરણ દ્વારા વિકાસના પંથે અગ્રેસર રહ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતી પર શરૂ થયેલી શ્વેત ક્રાંતિએ પોષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન કર્યું છે. આજે ભારત દૂધના કુલ ઉત્પાદન અને વપરાશની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ સફળતાનો શ્રેય ગુજરાતની દૂધ સહકારી મંડળીઓનેજાય છે. પોતાનું સંબોધન પૂર્ણ કર્યા પછી રાષ્ટ્રપતિ સત્તાપક્ષના તેમજ વિરોધપક્ષના સભ્યોને મળ્યા હતા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here