માનવ- સંસાધન અને સૂચના- પ્રસારણ મંત્રાલયમાં સચિવ તરીકે પોતાની સેવા આપી ચૂકેલા અમિત ખરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર બનાવવવામાં આવ્યા છે

PBI

 1985 બેચના આઈએએસ અધિકારી અમિત ખરે 30 સપ્ટેમ્બરે ઉચ્ચ શિક્ષણ સચિવ પદેથી  નિવૃત્ત થયા હતા. સત્તાવાર સરકારી આદેશ દ્વારાૃ આ માહિતી જાહેર કરવામાં આવી હતી. 

       સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, કેબિનેટની નિમણુક સમિતિએ અમિત ખરેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર બનાવવાની મંજૂરી આપી છે. તેઓ પીએમઓમાં સલાહકાર તરીકે કામગીરી સંભાળશે. તેમની રેન્ક અને સ્કેલ ભારત સરકારના કોઈ અન્ય સચિવની સમકક્ષ જ હશે. હાલમાં તેમની બે વરસ, કે પછીના આગામી આદેશ સુધી નિમણુક કરવામાં આવી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here