મનીષ સિસોદિયા જયુડિશિયલ કસ્ટડીમાંં: તિહાર જેલમાં મનાવશે હોળી

 

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હોળી તિહાર જેલમાં મનાવશે. દિલ્હી ઍકસાઇઝ પોલિસી કેસમાં રાઉઝ ઍવન્યુ કોર્ટે તેને ૨૦ માર્ચ સુધી મોકલી આપ્યો છે. સીબીઆઇના રિમાન્ડ પૂરા થાય બાદ સિસોદિયાને રાઉઝ ઍવન્યુ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સુનાવણી બાદ સિસોદિયાને પોલીસ સુરક્ષા હેઠળ તિહાર જેલમાં લઇ જવામાં આવ્યા હતા

કોર્ટે મનીષ સિસોદિયાને ૨૦ માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો. સિસોદિયાને હવે માત્ર વીડિયો કોન્ફરન્સિગ દ્વારા પ્રોડયુસ કરવામાં આવશે. વાસ્તવમાં, માર્ચ, રાઉઝ ઍવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાના સીબીઆઇ રિમાન્ડને વધુ બે દિવસ લંબાવ્યો હતો. જો કે સીબીઆઇઍ કોર્ટમાં મનીષ સિસોદિયાને વધુ ત્રણ દિવસના રિમાન્ડ આપવાની માંગ કરી હતી. સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર કોર્ટે સીબીઆઇને નોટિસ પણ જારી કરી છે

દિલ્હી લીકર પોલિસી કેસમાં ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ઍક સપ્તાહથી સીબીઆઇ કસ્ટડીમાં છે. ધરપકડ બાદ સિસોદિયાને પાંચ દિવસ માટે સીબીઆઇ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. વિશેષ ન્યાયાધીશ ઍમકે નાગપાલે કેન્દ્રીય ઍજન્સીને તેમના વધુ બે દિવસના રિમાન્ડ પર મોકલ્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સિસોદિયાના વધુ રિમાન્ડની માંગ કરતા સીબીઆઇના વકીલે કહ્નાં હતું કે તે હજુપણ અસહકાર કરી રહ્ના છે અને બે વ્યકિતઓ સાથે તેમનો મુકાબલો કરવા માટે અમને તેમની વધુ કસ્ટડીની જરૂર છે. સીબીઆઇઍ કોર્ટને કહ્નાં હતું કે તેમની મેડિકલમાં ઘણો સમય લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીને આખો દિવસ લાગ્યો હતો, જેને ફગાવી દેવામાં આવ્યો હતો. નવી દારૂનીતિમાં ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રાઉઝ ઍવન્યુ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. દરમિયાન સીબીઆઇ હેડકવાર્ટરથી રાઉઝ ઍવન્યુ કોર્ટ સુધી ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અગમચેતીના પગલારૂપે ડીડીયુ રોડ દિવસભર બંધ રાખવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here