નાગાલેન્ડમાં નેફિયુ રિયો, મેઘાલયમાં કોનરાડ સંગમાઍ મુખ્યમંત્રીના શપથ લીધા

 

નાગાલેન્ડઃ નાગાલેન્ડમાં નેફિયુ રિયો અને મેઘાલયમાં કોનરાડ સંગમાઍ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. નેફિયુ રિયોઍ બપોરે .૪૫ વાગે પાંચમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જયારે સંગમા કોનરાડનો શપથ ગ્રહણ સમારોહ સવારે ૧૧ વાગ્યે થયો. સંગમા કોનારાડ બીજી વખત મેઘાલયના સીઍમ બન્યા છે. બંને શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા હાજર રહ્નાં હતા.

બંને રાજયોમાં બે નાયબ મુખ્યમંત્રીની નિમણૂંક કરવામાં આવી છે. મેઘાલયમાં ઍનપીપીના સ્નિયોભાલંગ ધર અને પ્રિસ્ટોન ટેન્સોંગે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. નાગાલેન્ડમાં ટીઆર ઝેલિયાંગ અને યાન્થુંગો પેટનને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. મેઘાલયમાં રાજયપાલ ફાગુ ચૌહાણે સંગમા સાથે ૧૨ ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. જેમાંથી ધારાસભ્યો ઍનપીપી, ઍમઍલઍ યુડીપી અને ઍલઍલઍ બીજેપી અને ઍચઍસપીડીપી પાર્ટીના છે. ભાજપ તરફથી સિંકદર લાલુ હેકને મંત્રી બનાવવામાં આવ્યા છે. નાગાલેન્ડમાં ફરી ઍનડીપીપીબીજેપી ગઠબંધન સરકાર બનાવી છે. રાજયની ૬૦ બેઠકોની વિધાનસભા ચૂંટણીમાં ઍનડીપીપીબીજેપીઍ ૩૭ બેઠકો જીતી હતી, જેમાથી ઍનડીપીપીને ૨૫ અને ભાજપને ૧૨ બેઠકો મળી હતી

મેઘાલયમાં ઍનપીપી, યુડીપી અને બીજેપીઍ મળીને સરકાર બનાવી છે. ૨૭ ફેબ્રુઆરીઍ વિધાનસભાની ૫૯ બેઠકો પર મતદાન થયું હતું. માર્ચના રોજ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઍનપીપી ૨૬ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. જયારે યુડીપીને ૧૧ બેઠકો મળી હતી. નાગાલેન્ડના નેફિયુ રિયોઍ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પૂર્વોત્તર રાજયના મુખ્યપ્રધાન તરીકે પાંચમી ટર્મ માટે શપથ લીધા હતા. ગવર્નર લા ગણેશને કેપિટલ કલ્ચરલ હોલમાં કડક સુરક્ષા વચ્ચે નેફિયુ રિયોના મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર હતા. મંગળવારે નાગાલેન્ડ કેબિનેટમાં મહિલા ધારાસભ્ય સલ્હતુઓનુઓ ક્રુસે સહિત નવ ધારાસભ્યોઍ મંત્રી તરીકે શપથ લીધા. કોહિમામાં જી કાઇતો , જૈકબ ઝિમોમી, કેજી કેન્યે, પી પાઇવાંગ કોન્યાક, મેત્સુબો જમીર, તેમજેન ઇમ્ના અલોન્ગ, સીઍલ જોન અને પી બશાંગમોંગબા ચાંગ સાથે શપથ લીધા

નાગાલેન્ડના ૬૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ધારાસભ્યો ચુંટાઇ આવ્યા છે. ૨૦૨૨ પહેલા રાજયમાં ઍક પણ મહિલા ધારાસભ્ય નહોતા. અહીં અત્યાર સુધીમાં ૧૩ વિધાનસભાની ચૂંટણીઓ થઇ ચૂકી છે. અગાઉ ૨૦૧૮માં જયારે રિયોના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારે શપથ ગ્રહણ સમારોહ સ્થાનિક મેદાનમાં યોજાયો હતો. રિયોઍ સોમવારે સાંજે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, જો કે મત ગણતરી માર્ચ થઇ હતી. ઍનડીપીપી અને ભાજપના નેતાઓઍ સરકારની રચના અને તેમને સમર્થન માટે સંયુકત ઢંઢેરો રજૂ કર્યા પછી તેઓ સોમવારે સાંજે લગભગ ૬ વાગે રાજયપાલ લા ગણેશનને મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here