ભીખુભાઇ દલસાણીયાનો શુભેચ્છા સમારંભ યોજાયો

 

ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત બિહાર પ્રદેશના સંગઠન મહામંત્રી તથા પ્રદેશ પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાના શુભેચ્છા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ, સંઘ પરિવારના વરિષ્ઠ અગ્રણીઓ, પ્રદેશ પદાધિકારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, સૌ સાંસદો, ધારાસભ્યો તથા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.

પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે લેસર થ્રી-ડી મેટલ પ્રિન્ટરનું ઉદઘાટન કરતા રાજ્યપાલ

ગાંધીનગરઃ એડવાન્સ ટેકનોલોજી અને સ્કીલ બેઇઝ્ડ લર્નિંગ આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવશે, તેવું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી  પીડીઈયુ ખાતે લેસર થ્રી-ડી મેટલ પ્રિન્ટરનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે પીડીઈયુમાં યોજાયેલા એડિટિવ મેન્યુફેકચરીંગ એન્ડ એડવાન્સ્ડ મટીરિયલ્સ-૨૦૨૧ વિષયક ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના શુભારંભ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ટેકનોલોજી અને પર્યાવરણ ક્ષેત્રના જે પડાકારોના આપણે સામનો કરી રહ્યાં છીએ તેના ઉકેલ માટે તમામ સંબંધિત વર્ગોએ સામૂહિક પ્રયાસો કરવા પડશે. ટેક્નોલોજી ક્ષેત્રે થતાં નવાં-નવાં આવિષ્કારો આર્થિક પરિવર્તન માટેના મહત્ત્વનાં પરિબળો સાબિત થાય છે, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અનેકવિધ નવીનતમ ટેક્નોલોજીના કારણે માનવબળના ઉપયોગને સીમિત કરી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ થ્રી-ડી પ્રિન્ટિંગને આજના સમયની આવશ્યકતા ગણાવી જણાવ્યું હતું કે, ટેકનોલોજીકલી એડવાન્સ થઈને યુવાનો આત્મનિર્ભર ભારતના નિર્માણને નવી દિશા આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here