‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકાની જીવન રંગમંચ પરથી એક્ઝીટ

રાજકોટઃ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુ કાકા એટલે કે પીઢ ચરિત્ર અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન થતા ગુજરાતી રંગમંચ અને ફિલ્મોદ્યોગમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ૭૭ વરસના ઘનશ્યામ નાયકને એક વરસ પહેલાં ગળાના કેન્સરનું ઓપરેશન કરી ગળામાં રહેલી આઠ ગાંઠ કાઢવામાં આવી હતી. જોકે કેન્સરે ફરી ઉથલો મારતા મલાડસ્થિત સૂચક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે સાંજે સાડા પાંચ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા, એમ પરિવાર તરફથી જણાવાયું હતું. નવી પેઢીમાં નટુકાકા તરીકે જાણીતા નાયકની વિદાયથી ટીવી રસિકોમાં શોક વ્યાપ્યો છે.